સ્ટેટ ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (CGST) વિભાગ દ્વારા અમદાવાદ, ડીસા, વાપી, વલસાડ, પાલનપુર, હિંમતનગર અને સતલાસણામાં પાન મસાલા, તમાકુના મેન્યુફેક્ચરિંગ યુનિટ, ડિસ્ટ્રિબ્યૂટર્સ અને છૂટક વેચાણ કરતા વેપારીઓના કુલ 20 સ્થળે દરોડા પાડીને રૂ. 5 કરોડથી વધુ કરચોરી પકડી પાડવામાં આવી છે.
CGST વિભાગ દ્વારા 8 જેટલા વેપારીઓની 20 પ્રિમાઈસીસમાં દરોડા, સર્ચ આપરેશન હાથ ધરીને મોટાપાયે બિનહિસાબી વેચાણના વ્યવહારો, રોકડના વ્યવહારો અને બિસનહિસાબી સ્ટોક સહિતની ગેરરીતિઓ શોધી કાઢવામાં આવી છે. આ દરોડા દરમિયાન મોટાપાયે વાંધાજનક દસ્તાવેજો, ડિજિટલ ડેટા જપ્ત કરવામાં આવ્યો છે અને તેની ચકાસણી અને તપાસને અંતે કરચોરીનો આંક વધવાની શક્યતા છે. તમાકુ, તમાકુની પ્રોડક્ટ્સ અને પાનમસાલાના ઉત્પાદકો, વેપારીઓ મોટાભાગે રોકડમાં વ્યવહારો કરીને કરચોરી કરતા હોવાનું પ્રાથમિક તપાસમાં જોવા મળ્યું છે.










