અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાના રૂ. 146 કરોડનાં વિકાસકામોનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિતિ શાહના હસ્તે વિડિયો કોન્ફ્રન્સિંગના માધ્યમથી લોકાર્પણ - ખાતમુહૂર્ત કર્યું હતું.
આ પ્રસંગે અમિત શાહે જણાવ્યું હતું કે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ડેવલપમેન્ટમાં ગુજરાત દેશનું નંબર વન રાજ્ય છે. પીએમ મોદીના નેતૃત્વમાં ભારત માળખાકીય વિકાસમાં વિશ્વનું નંબર વન રાષ્ટ્ર બનવા જઈ રહ્યું છે. ભારત પાસે દુનિયાનું બીજા નંબરનું રોડ નેટવર્ક, ત્રીજા નંબરનું મેટ્રો નેટવર્ક અને ચોથા નંબરનું રેલ નેટવર્ક આવેલું છે. આ સાથે સાણંદ - ચેખલા - કડી રસ્તા પર, અમદાવાદ વિરમગામ રેલવે લાઈન ઉપર નિર્મિત એક કિલોમીટર લાંબા ફેર લેન રેલવે ઓવરબ્રિજનું ઈ-લોકાર્પણ કર્યું હતું. સાણંદ તાલુકાના નિધરાડ ગામની ભાગોળે મુનીબાવાના આશ્રામ પાસે આવેલા રેલ્વે ફટક પર આ ઓવરબ્રિજનું નિર્માણ કરાયુ છે.સાણંદ તાલુકાને કડી અને ગાંધીનગર સાથે જોડતા રોડ પર રેલવે ઓવર બ્રિજ બનતા ટ્રાફ્કિની સમસ્યાનું નિવારણ થયું છે તેમજ સાણંદના ઉદ્યોગો, ફેક્ટરીઓ માટે માલસામાનના પરિવહનને ગતિ મળી છે. ચિલોડા-ગાંધીનગર-સરખેજ હાઇવે પરના છારોડી જંકશન પાસે બ્રિજ તથા નર્મદા કેનાલ પર નવા ચારમાર્ગીય બ્રિજનું ઈ-ખાતમુહૂર્ત પણ કેન્દ્રીય મંત્રીએ કર્યું હતું. આ પ્રસંગે વર્ચ્યુઅલી સંબોધન કરતા કેન્દ્રીય મંત્રી અમિત શાહે વધુમાં જણાવ્યું હતું કે, ભારતમાં ફેરલેન હાઇવેની સંખ્યા અઢી ઘણી વધી છે. દેશમાં દરરોજ 36.5 કિલોમીટર લાંબા નવા રોડ બને છે ગુજરાતમાં સાણંદ - કલોલ જેવાં નાનાં નગરોનો વિકાસ તેજ ગતિએ થઈ રહ્યો છે. સાણંદમાં 500 બેડની હોસ્પિટલ ભારત સરકાર બનાવવાની છે. આ ઉપરાંત ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં મોટી સિવિલ હોસ્પિટલનું નિર્માણ પણ થવાનું છે. સાથે જ કલોલમાં પણ ભારત સરકાર દ્વારા મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલનું નિર્માણ થવાનું છે. ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં કોઈ પણ નાગરિકને ઘરથી 20 કિમીની અંદર મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલ અને ઉત્તમ આરોગ્ય સુવિધા મળી રહે તેવી તેમની નેમ છે. તેમણે વધુમાં જણાવ્યું કે વિશ્વનો સૌથી મોટો ગ્રીનફ્લ્ડિ એનર્જી પાર્ક ગુજરાતમાં બની રહ્યો છે. એશિયાનું સૌથી મોટું ગ્રીનફ્લ્ડિ સિટી ધોલેરા, ફઇનાન્સ ટેક સિટી ગિફ્ટ સિટી, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ જેવા મેગા પ્રોજેક્ટનો લાભ ગુજરાતને મળી રહ્યો છે. જે ગુજરાતના ઇન્ફ્રાસ્ટ્રકચરલ વિકાસને દર્શાવે છે.










