ગુજરાત સરકારે રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ યાને સમાન નાગરિક સંહિતાનો અમલ કરતાં પહેંલા તે માટે રિપોર્ટ મેળવવા પાંચ સભ્યોની ઉચ્ચ સ્તરીય સમિતિ રચ્યા બાદ આ સમિતિને રાજ્યના બદલે નવી દિલ્હીના જૂના ગુજરાત ભવન ખાતે ઓફિસ ફાળવી છે.


આ સમિતિના સભ્યો ગુજરાતમાં આવી ઝોનવાર વિવિધ જ્ઞાતિ-સપ્રદાયના નાગરિકોને મળી તેમના અભિપ્રાયો જાણશે. ઝોનવાર 10 થી વધુ બેઠકો આ સમિતિના સભ્યો દ્વારા યોજાશે. યુસીસી આદિજાતિ સમુદાયને લાગુ નહીં થાય તેવી જાહેરાત થઇ છે, તેમ છતાં સમિતિના સભ્યો આદિવાસી વિસ્તારોમાં જઇને અભિપ્રાય મેળવશે એમ જણાવાઇ રહ્યું છે. આ સમિતિને મામલતદાર અને નાયબ મામલતદાર કક્ષાના અધિકારીઓ ઓફિસવર્ક માટે ફાળવી દેવાયા છે, તેઓ પણ દિલ્હી ઓફિસમાં બેસશે. સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયમૂર્તિ રંજના દેસાઇ જેમણે અગાઉ ઉત્તરાખંડ માટે યુસીસી રિપોર્ટ તૈયાર કરેલા છે. આ કમિટી, જાહેરાત મુજબ, 45 દિવસમાં તેનો રિપોર્ટ રાજ્ય સરકારને સોંપવાની છે.


  • Follow us on: