ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આકરી ગરમી સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ લોકોએ ગરમીનો પ્રકોપ સહન કરવો પડશે. ત્રણ મે બાદ રાજ્યમાં મહતમ તાપમાન બેથી ત્રણ ડિગ્રી ઘટશે. આ ઉપરાંત ત્રણથી સાતમી મે સુધી રાજ્યમાં છુટાછવાયા વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે.
દક્ષિણ ગુજરાતના માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના
હવામાન વિભાગે આવતીકાલે દક્ષિણ ગુજરાતના માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના આપી છે. રાજ્યમાં ભારે પવન ફૂંકાવાની શક્યતાઓ હોવાથી આ સૂચના આપવામાં આવી છે. રાજસ્થાન તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્રીજી મેના રોજ કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠા વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે ચોથી મેના રોજ કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, અમરેલી અને ભાવનગરમાં ગાજવીજ સાથે સામાન્ય થી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.
ગાજવીજ સાથે વરસાદની આગાહી
5 મેના રોજ કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, તાપી, સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને દિવમાં વરસાદની આગાહી કરાઈ છે. 6 મે રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, પોરબંદર, રાજકોટ, જુનાગઢ,અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.









