ભગવાન શ્રીકૃષ્ણને જ સર્વસ્વ માનનારા પુષ્ટિ સંપ્રદાયમાં શ્રીકૃષ્ણ સંબંધી અનેક મનોરથોનું આયોજન થતું હોય છે.
ત્યારે દર વર્ષે ફગણ માસમાં મહોત્સવ પણ યોજાતો હોય છે. રંગોત્સવ પૂર્વે હવેલીઓમાં રાળ ઉત્સવ ઉજવાય છે. જેમાં અગ્નિ વારંવાર ભડકાનું રૂપ ધારણ કરે છે આ માત્ર આગ નથી પરંતુ ગોપીઓના હૃદયમાં ઉઠતી રાળ છે. કૃષ્ણના વિરાહમાં ગોપીઓને સતાવતી હોય છે. શહેરની વિવિધ હવેલીમાં હોળી ખેલ મા ભક્તો ના વિરહ ના ભાવ થી પ્રભુ સન્મુખ શયન સમયે રાળ ફૂંકાય છે. જેમાં હવેલીમાં હોળી ખેલ મા ભક્તો ના વિરહ ના ભાવ થી પ્રભુ સન્મુખ શયન સમયે રાળ ફૂંકાય છે જ્યાં મહંતો દ્વારા પ્રાચીન પરંપરા અનુસાર રાળ ના દર્શન કરાવવામાં આવ્યા જેના દર્શન મોટી સંખ્યામાં વ્રજ ભક્તો પહોંચતા હોય છે.
હવેલીમાં 40 દિવસ સુધી હોળી ખેલવાની પરંપરા
વલ્લભકુળ દ્વારા ભક્તો ને પણ શ્રી કૃષ્ણના પ્રેમ રૂપી ગુલાલ ઉડાડી ને હોળીનો ઉત્સવ ઊજવાય છે. ભક્તો પણ ભગવાન સાથે હોળી રમ્યાના ભાવથી આનંદ ની લાગણી નો અનુભવ કરે છે. હવેલીમાં ભગવાનને વસંતપંચમીથી 40 દિવસ સુધી ગુલાલથી હોળી ખેલવામાં આવે છે.
શું છે રાળનું મહત્ત્વ
હવેલીમાં હોળી ખેલ પહેલાં ભક્તોના વિરહના ભાવ થી પ્રભુ સન્મુખ શયન સમયે રાળ ફૂંકાય છે. હોળી ઉત્સવની એક અનોખી અને પ્રાચીન કાળની માન્યતા પ્રમાણે ઉજવણી કરવામાં આવે છે, જેનો લાભ મોટી સંખ્યામાં હાજર વ્રજ ભક્તો લીધો હતો. આ માટેની વર્ષોથી લોકમાન્યતા એવી છે કે, રાધાની ગોપીઓને અને આમ તો આખાય વ્રજમંડળની ઈચ્છા એવી જ હોય કે સ્વયં શ્રીકૃષ્ણ તેમને રંગે. પણ આ કૃષ્ણના નખરાંયે કાંઈ ઓછા થોડાં છે. કૃષ્ણ તો કોઈ રુઠેલાં પ્રેમીની જેમ આજ ગોપીઓથી દૂર-દૂર છે. વિરહાગ્નિની આ ઝાળ સતતને સતત વધતી રહે છે. કહે છે કે ગોપીઓના હૃદયમાં ઉઠતી આ અગન આખરે ભક્તવત્સલ રહેનારા ભગવાનને પણ દઝાડે છે અને એટલે જ જૂઠા ક્રોધને ત્યાગી શ્રીકૃષ્ણ ગોપીઓને રંગવા અને હોળી રમવા માટે સ્વયં પધારે છે. તેમજ રાળના દર્શન કરવા માટે પણ મોટી સંખ્યમાં ભક્તો પહોંચતા હોય છે.