પાખંડી આસારામને હજી જેલમાં રહેવું પડશે કેમકે,ત્રીજા જજના રિવ્યુ બાદ કોર્ટ નિર્ણય લેશે,પાંખડી આસારામે કરી છે વચગાળાની જામીન અરજી તો બીજી તરફ ડબલ જજની બેંચમાં બે જજના અલગ-અલગ રિવ્યુ સામે આવ્યા છે,એક જજે 3 મહિના જામીન આપવા મત આપ્યો છે તો અન્ય જજનો બીજો મત સામે આવ્યો છે,આસારામે મેડિકલ ગ્રાઉન્ડ ઉપર માંગ્યા હતા વચગાળાના જામીન.
આગામી દિવસમાં ચીફ જજ સમક્ષ મેટર રિફર કરાશે
આ સમગ્ર કેસમાં વચગાળાની જામીન અરજી બીજી બેન્ચ સમક્ષ મુકાશે અને ત્રીજા જજના રિવ્યુ બાદ અરજી પર ચુકાદો જાહેર કરવામાં આવશે,આસારામ વતી હાજર રહેલા સિનિયર એડવોકેટે દલીલ કરતાં સુપ્રીમ કોર્ટના જાન્યુઆરીના આદેશની જાણ હાઇકોર્ટને કરી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે સુપ્રીમ કોર્ટે તેમની સમક્ષ થયેલી અરજીને ગુણદોષના આધારે મૂલવી નહોતી, પરંતુ તબીબી કારણોસર વચગાળાના જામીન આપવા માટે ફીટ કેસ માન્યો હતો.
છ મહિના માટે હંગામી જામીનની અરજી કરી હતી
આસારામે ફરી એક વખત છ મહિના માટે હંગામી જામીનની અરજી કરી હતી, જામીનની દાદ માંગતી અરજી પર હાઇકોર્ટ સમક્ષ લંબાણપૂર્વકની સુનાવણી હાથ ધરાઇ હતી. તમામ પક્ષોની રજૂઆતના અંતે હાઇકોર્ટના જસ્ટિસ ઇલેશ જે. વોરા અને જસ્ટિસ સંદીપ એન. ભટ્ટની બેન્ચે જામીન અરજીમાં ચુકાદો અનામત રાખ્યો હતો. વર્ષ 2013ના બળાત્કાર કેસમાં 2023માં સેશન્સ કોર્ટે આસારામને આજીવન કેદની સજા ફટકારી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે આ વર્ષે જાન્યુઆરીમાં આસારામ બાપુને તબીબી કારણોસર 31મી માર્ચ સુધીના વચગાળાના જામીન આપ્યા હતા.
2008માં મોટેરા આશ્રમમાં બે બાળકોનો હત્યાકાંડ સર્જાયો હતો
5 જુલાઈ 2008ના રોજ મોટેરા આશ્રમની પાછળ સાબરમતી નદીના ખુલ્લા તટમાં 10 વર્ષના અભિષેક વાઘેલા અને 11 વર્ષના દીપેશ વાઘેલાના અડધા બળેલા અને વિકૃત થઈ ગયેલી લાશ મળી હતી. અમદાવાદમાં જ રહેતા વાઘેલા પરિવારના આ પિતરાઈ ભાઈઓને જ આસારામના આશ્રમમાં ચાલતા ગુરુકુળમાં દાખલ કરાયા હતા. આ મામલામાં ભારે ઊહાપોહ પછી ગુજરાત સરકારે બાળકોની હત્યાના મામલાની તપાસ માટે પંચ બેસાડ્યું હતું. દરમિયાન 2012માં ગુજરાત પોલીસે હત્યાના આ કેસમાં આશ્રમના સાત માણસો પર કેસ દાખલ કર્યો હતો. આ કેસમાં પણ આસારામ અને નારાયણ સાઈને ક્લીનચિટ મળી ગઈ હતી.









