તંત્રની મિલીભગતથી રામોલમાં ખાનવાળી તળાવની સરકારી જમીનમાંથી ગેરકાયદે ડાઇંગના 33 કારખાના સહિતના દબાણ દૂર થતાં નથી.


ચંડોળા તળાવની સાથે રામોલના ખાનવાળી તળાવની સરકારી જમીનમાં પણ દબાણ દૂર થાય તે માટે જિલ્લા કલેકટર અને મ્યુનિ. કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ રજૂઆત થઇ છે. ઉલ્લેખનીય છેકે, દબાણના અહેવાલ બાદ જિલ્લા કલેકટર કચેરીએ નોટિસ ફટકારી હતી. પરંતુ અધિકારીઓની મિલીભગતના લીધે નોટિસ આપીને મામલો શાંત પાડી દેવાયો છે.

જિલ્લા કલેક્ટર કચેરીના ઉચ્ચઅધિકારીઓની સૂચનાથી પાંચ મહિના અગાઉ માલતદાર, રામોલ તલાટી અને કેટલાફેકર્મચારીઓ સ્થળ પર ગયા હતાં અને ગેરકાયદે બાંધકામ કરાયેલી ડાઇંગના 33 કારખાનાને દૂર કરવા નોટિસ ફટકારી હતી અને સાત દિવસમાં જગ્યા ખાલી કરી દેવા જાણ કરી હતી. પરંતુ નોટિસને પાંચ મહિના થયા હોવા છતાં જમીનમાંથી એફેપણ દબાણ દૂર થયું નથી. રામોલમાં ખાનવાડી તળાવ ગફુર બસ્તી, રામોલ પોલીસ સ્ટેશનની સામેનો વોર્ડ નં-48 (રામોલ-હાથીજણ) માં સમાવિષ્ટ ટી.પી. સ્કીમ નં. 107 (રામોલ) ના ફા.પ્લોટ નં. 74 રે.સર્વે નં. 635ની જમીન જિલ્લા કલેક્ટર હસ્તફેછે. જિલ્લા કલેકટર કચેરીના અધિકારીઓની લાપરવાહીના લીધે આજે તળાવ લુપ્ત થવાના આરે છે. કારણે તળાવની અંદર પ્રદૂષણ ફેલાવાતા ગેરકાયદે 33 ડાઇંગ કારખાના સહિત કાચા-પાકાં મકાનો થઇ ગયા છે.

જિલ્લા કલેકટરના સ્થાનિફેઅધિકારીઓ અને કર્મચારીઓની મિલીભગતથી માત્ર નોટિસનો ખેલ કરાય છે. ગેરકાયદે ડાઇંગના કારખાનાના માલિકોને આર્થિફેલાભના લીધે છાવરવામાં આવી રહ્યા છે. આ અંગે કલેકટર કક્ષાએથી તપાસ થાય તો મસ મોટુ કૌભાંડ બહાર આવી શકે છે. હજી પણ નોટિસનો જ ખેલ ચાલુ છે. તળાવનો વ્યાપ ઘટી ગયો છે અને હવે બાકી રહેલી જગ્યામાં જાણી જોઇને ગંદકી ફેલાવાઇ છે. જેથી કરીને વરસાદી પાણી ભરાય નહીં અને ખાલી જગ્યા કોઇના ધ્યાનમાં આવે નહીં. હવે નવા કલેકટર સરકારી જમીનનો સર્વે કરવા મામલતદારોને સૂચના આપી હતી. પરંતુ સ્થાનિફેમામલતદારો ગેરકાયદે દબાણ ધરાવતી કેટલીફેસરકારી જમીનો અંગે સાચી માહિતી કલેકટર સમક્ષ રજૂ કરતાં નથી. શહેરમાં આવા ઘણાં તળાવ પર ગેરકાયદે દબાણ થઇ ગયા છે. જેની સામે કાર્યવાહી જરૂરી છે


  • Follow us on: