અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલનો કાંડનો વિષય સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બન્યો હતો. ત્યારે હવે આ અંગે મોટા સમાચાર સામે આવ્યા છે એટલે કે, ખ્યાતિ હોસ્પિટલના 3 આરોપીઓને HCની રાહત મળી છે. આરોપી રાજશ્રી કોઠારી, ડો. સંજય પટોળીયાને જામીન મળ્યા છે સાથે જ ખ્યાતિ હોસ્પિટલમાં CEOની ભૂમિકામાં રહેલા આરોપી રાહુલ જૈનને પણ હાઈકોર્ટે જામીન આપ્યા છે.


ડો.પ્રશાંત વજીરાનીની જામીન અરજી કોર્ટે ફગાવી

થોડા સમય પહેલા અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલકાંડ સામે આવ્યું હતું.જેમાં પૈસા માટે દર્દીઓને બીનજરૂરી ચીરી નાંખવામાં આવતા હતા.આ મામલાની ગંભીરતાને ધ્યાને રાખીને એક પછી એક આરોપીઓને પોલીસે કસ્ટડીમાં લીધા હતા અને તમામ વિરૂદ્ધ નિર્દોષ લોકોને ફસાવાનો આરોપ લાગ્યો હતો. હવે આ કેસમાં 3 આરોપીને જામીન મળ્યા છે તો ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં ખોટા ઓપરેશન કરનાર ડો. પ્રશાંત વજીરાનીને કોર્ટમાં કોઇ રાહત મળી નથી.તેમની અરજી હાઈકોર્ટે ફગાવી દીધી છે.

આ 3 આરોપીઓને મળ્યા જામીન

ખ્યાતિ હોસ્પિટલના આરોપી રાજશ્રી કોઠારી, ડો.સંજય પટોળીયા અને રાહુલ જૈને HCમાં રેગ્યુલર જામીન અરજી હતી. આ ત્રણેય આરોપીઓ કેસમાં બાંહધરી આપવાની ખાતરી આપી છે અને અગાઉ ટ્રાયલ કોર્ટે જામીન નામંજૂર કર્યા હતા

શું છે સમગ્ર મામલો?

તમને જણાવી દઈએ કે, અમદાવાદ શહેરના SG હાઈવે પર સ્થિત ખ્યાતિ હોસ્પિટલનો કાંડ સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બની ગયો હતો. જેમાં ભોળા લોકોને અંધારામાં રાખીને સરકારી યોજનાનો લાભ લઈને પૈસા પડાવવાનું મોટું કાવતરું સામે આવ્યું હતું.જેમાં તાલુકાના બોરીસણા ગામના બે વ્યક્તિનું સારવાર દરમિયાન મોત હતું અને ત્યારબાદ આ સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હતો. આ સમગ્ર કારસ્તાનના મુખ્ય સૂત્રધાર ખ્યાતિ હોસ્પિટલના ડાયરેક્ટર ચિરાગ રાજપૂત હતા.


  • Follow us on: