- પંચો રૂપે પોલીસને ગઠિયા ભટકાઈ જતા હવે ધરપકડની કાર્યવાહી
- પી.એમ.આંગડિયા પેઢીમાં દરોડામાં પોલીસ પંચોને સાથે લઈને ગઈ હતી
- દુબઇ બેઠેલા બુકીઓ દ્વારા આંગડિયા પેઢી થકી રોજ કરોડો રૂપિયાનો હવાલા આવતા હોવાનું ખુલ્યું
અમદાવાદ અને સુરતમાં સીઆઇડી ક્રાઇમ દ્વારા 25થી વધુ આંગડિયા પેઢીમાં ગત મે મહિનામાં દરોડા પાડીને કરોડો રૂપિયાના હવાલા કૌભાંડ ઝડપ્યુ હતુ. જેમાં સીજી રોડ પર આવેલ પી.એમ.આંગડીયા પેઢીમાં રેડ દરમ્યાન પંચનામાં કરવા માટે પંચો મોટી કલાકારી કરી ગયા હોવાનુ બહાર આવ્યુ છે.
જેમાં પંચો જ ગઠિયા બનીને 7 લાખની કિમંતની 10 સોનાની લગડીમાંથી એક લગડી ચોરી કર્યાનું સામે આવ્યુ છે. સ્થળ પરની રેડ દરમ્યાનના સીસીટીવી ફૂટેજ અધિકારીએ તપાસતા સોનાની લંગડી ચોરી થયાનો ઘટસ્ફોટ થયો હતો. આ અંગે ચોરીની ફરિયાદ નોંધાવતા બન્ને પંચોની ધરપકડ કરવાની તૈયારી શરુ કરાઈ છે. એક તરફ સીઆઈડી ક્રાઈમની ટીમો આંગડિયા પેઢીમાંથી મળી આવેલી સોના-ચાંદી અને રોકડની ગણતરી કરતી હતી તો સાથે લઈ ગયેલા સુમિત સોની અને અરવિંદ ગોહીલ નામના પંચની નજર સોનાની લગડીઓ પર હતી જેમાં હાજર પોલીસ ટીમોની નજર ચુકવીને એક લગડી સોનાની ગાયબ કરી દીધી હતી જેની પોલીસને હવે રહી રહીને જાણ થઈ છે.










