• યુવકે બંને વ્યાજખોર સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

  • બોપલમાં યુવકે વ્યાજખોર પાસેથી 5 ટકા લેખે રૂ. 3 લાખ વ્યાજે લીધા હતા
  • બીજી કાર જમા લઇને વ્યાજના હિસાબમાં ગણી લેજો કહીને ફોન ઉપાડવાનું બંધ કર્યુ

એક તરફ રાજયમાં ગૃહવિભાગે વ્યાજખોરો સામે ત્રાટકવા પોલીસને આદેશ આપ્યા છે તો બીજી તરફ માથાભારે વ્યાજખોરોનો ત્રાસ યથાવત જોવા મળ્યો છે. બોપલમાં યુવકે વ્યાજખોર પાસેથી 5 ટકા લેખે રૂ. 3 લાખ વ્યાજે લીધા હતા. તેના બદલામાં કાર સિક્યુરિટી પેટે આપી હતી.

જે બાદ યુવકના મિત્રને રૂપિયાની જરૂર પડતા ફરી એજ વ્યાજખોર પાસે હતો. ત્યાં વ્યાજખોરે તેના મળતિયાને મોકલીને કાર લઇને વ્યાજના રૂપિયાના હિસાબમાં યુવકના મિત્રની કાર જમા લઇ લીધી હતી. આમ વ્યાજખોરોએ માત્ર 3 લાખ વ્યાજે આપીને સામે બે કાર પડાવી લીધી હતી. આ અંગે યુવકે બંને વ્યાજખોર સામે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે. ગોધાવીમાં રહેતા અલ્પેશકુમાર રામાનુજ મકાન અને કારની દલાલીનો ધંધો કરે છે. જેમાં 10 મહિના પહેલા તેમના પુત્રનું અકસ્માત થયો અને પત્નીને ઓપરેશન કરાવવાનું હોવાથી રૂ. 3 લાખની જરૂરિયાત ઉભી થતાં કરણે રૂ. 3 લાખ 5 ટકા વ્યાજે આપ્યા હતા. તેના સામે સિક્યુરિટી પેટે કાર જમા લીધી હતી. ત્યારબાદ રૂપિયાની સગવડ થતા કાર પરત માંગતા બીજી કાર હોય તો આપી જજો જે હિસાબ હશે તે હું આપી દઇશ તેમ કહ્યુ હતુ. ત્યારબાદ અલ્પેશકુમારના મિત્ર તરૂણ નાથાણીને રૂ. 5 લાખની જરૂર પડતા તેને ધોળકા કરણ સાથે મળાવવા લઇ ગયો હતો. ત્યાં કરણનો માણસ આકાશ સોનારા આવ્યો હતો. અને તરૂણની કારની ચાવી લઇને ઝુંટવીને કારને લઇને ગયો હતો. બાદમાં ચાલતો આવ્યો હતો. જે બાદ કરણને ફોન કરતા કહ્યુ કે તમારા રૂપિયા આંગડિયામાં મળી જશે તેમ જણાવીને ફોન ઉપાડવાનું બંધ કરી દીધુ હતુ. બાદમાં કરણે કહ્યુ કે વ્યાજના રૂપિયામાં આ કાર કબ્જે કરી છે. ત્યારે કરણે બંને કારો પડાવી લીધી હતી.

વ્યાજખોરોથી પીડિત લોકો માટે નંબર જાહેર કર્યો

વ્યાજખોરોના ત્રાસથી ત્રસ્ત લોકોને રક્ષણ આપવા અને તેમની સામે કડક કાર્યવાહી કરવા ઝુંબેશ હાથધરી છે. જેમાં ક્રાઇમ બ્રાન્ચે ભોગ બનેલ લોકોને વ્યાજખોરો સામે ફરિયાદરજૂઆત કરવા માટે 6359625369, 079-25398549 નંબરો જાહેર કર્યા છે.

  • Follow us on: