• આરોપીઓએ જૂના ઝઘડાની અદાવતમાં સમાધાન માટે બોલાવીને હુમલો કર્યો

  • 3 આરોપીમાંથી એકની ધરપકડ કરાઈ, બે શખ્સ હજુ ફરાર
  • મૃતક અને તેના સાગરીતો અવારનવાર નાના વેપારીઓને ધમકી આપી રૂપિયા પડાવતા હતા

ગોમતીપુરમાં અગાઉના ઝઘડાની અદાવતમાં બે જૂથો વચ્ચે ખેલાયેલા ખૂનીખેલમાં 2 યુવકની હત્યા કરી દેવાઈ છે. ત્રણ ભાઇઓએ ભેગા મળીને બે યુવકોને તેમની જ તલવાર લઇને હુમલો કરી હત્યા કરી હતી. તેમજ એક યુવકની હત્યાનો પ્રયાસ કર્યો હતો. આરોપીઓએ જૂના ઝઘડાની અદાવતમાં સમાધાન માટે બોલાવીને હુમલો કર્યો હતો.

આ અંગે ગોમતીપુર પોલીસે ત્રણ ભાઇઓ સામે હત્યા, હત્યાનો પ્રયાસ સહિતની કલમ હેઠળ ગુનો નોધીને એક આરોપીની ધરપકડ કરીને ફરાર બે આરોપીની શોધખોળ હાથધરી છે. ત્યારે સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે.

ગોમતીપુરમાં રહેતા ઇમ્તીયાઝ ઉર્ફે રાજા અંસારી રિક્ષા ડ્રાઇવિંગ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. જેમાં મિત્ર આમીર ઉર્ફે ભાંજા અંસારીને કામીલ મણીયાર સાથે અગાઉના ઝઘડાની અદાવત ચાલતી હતી. જેથી ગત 19 જૂને રાત્રીના સમયે ઇમ્તીયાઝ તેના મિત્રો આમીર, તબરેજખાન પઠાણ, સમીર, ઇલીયાસ તથા એક અજાણ્યો શખ્સ ચતુરસિંગની ચાલી ચાર રસ્તા પાસે તલવાર જેવા હથિયારો સાથે ભેગા થયા હતા. આ દરમ્યાન આમીરને કામીલે ફોન કરીને કહ્યુ કે અગાઉનો જે ઝઘડો થયો છે તે માટે સમાધાન માટે તેનો ભાઇ સમીર અહેમદ ઘર પાસે બોલાવે છે. જેથી બે એક્સેસ પર તમામ શખ્સો વીર અબ્દુલહમીદ એપાર્ટમેન્ટ પાસે ગયા હતા. ત્યાં કામીલ તેના ભાઇ સમીર અને સાહિલ હાજર હતા. જે બાદ આમીરે કામીલ અન સમીર સાથે વાતચીત કરી હતી પરંતુ સમાધાન થયુ ન હતુ. જેથી ઇમ્તીયાઝ, આમીર સહિતના તમામ શખ્સો ત્રણેય ભાઇઓને હથિયારોથી મારવા ગયા હતા. ત્યારે હાથીખાઇ બગીચા પાસે પહોચ્યા તે સમયે કામીલ અને સમીરે આમીર પાસેથી તલવાર ઝૂંટવીને આમીરને ઘા મારીને હત્યા કરી નાખી હતી. તેમજ તબરેજખાન અને ઇમ્તીયાઝ બંને આમિરને છોડાવવા જતા કામીલે તબરેજખાનને પકડીને તલવારના ઘા મારીને હત્યા કરી નાખી હતી. તેમજ ઇમ્તીયાઝ પર જીવલેણ હુમલો કર્યો હતો.

આ અંગે ગોમતીપુર પોલીસે ત્રણેય ભાઇઓ સામે હત્યા, હત્યાનો પ્રયાસ સહિતની કલમ હેઠળ ગુનો નોધીને સમીરની ધરપકડ કરીને ફરાર બે આરોપીની શોધખોળ હાથધરી છે. પોલીસે તપાસ કરતા બે દિવસ પહેલા ઈદની રાતે મૃતક આમિર અને આરોપી સમીરના પાનપાર્લર પર જઈને રૂ. 1700 પડાવી આવ્યો હતો. અને હથિયાર બતાવી ધમકી પણ આપી હતી.

મૃતક અને તેના સાગરીતો વેપારીઓને ધમકીઓ આપીને રૂપિયા પડાવતા

મૃતક અને તેના સાગરીતો અવારનવાર નાના વેપારીઓને ધમકી આપી રૂપિયા પડાવતા હતા. ત્યારે મૃતક આમિર સામે 21 જેટલા ગુના અલગ અલગ પોલીસ ચોપડે નોંધાયા છે. સાથે જ તેના સગરીતો પણ ગુનાઈત ઈતિહાસ ધરાવે છે. તેમજ મૃતક ડ્રગ્સના વ્યવસાય સાથે પણ જોડાયેલો હતો. અને નશો કરી અવારનવારવિસ્તાર બાનમા લેતો હતો.

  • Follow us on: