સરદારનગરમાં સમાધાન કરવા માટે સાળાને બોલાવીને બનેવી સહિત ચાર શખ્સોએ લોખંડની પાઇપથી મારમાર્યો હતો.
સાળાનો મિત્ર પણ ત્યાં પહોંચતા તેણે પણ ચારેય શખ્સોએ મારમારીને ત્યાંથી નાસી ગયા હતા. બન્નેને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ અંગે સાળાએ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં બનેવી સહિત ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.
નાના ચિલોડામાં ભરતભાઇ મુલચંદાણી રેડિમેન્ટ ગારમેન્ટનો ધંધો કરે છે. વર્ષમાં 2011માં તેમની બહેનના લગ્ન અમરતભાઇ મલકાની સાથે થયા હતા. જો કે, પતિ પત્ની વચ્ચે અણબનાવ થતાં ભરતભાઇના ઘરે તેમની બહેન પરત રહેવા આવી હતી. બે દિવસ પહેલા ભરતભાઇને તેમના મિત્ર સુનિલે ફોન કરીને કહ્યું કે, તારા બનેવી સમાધાન કરવા માટે શ્રાીજી સ્કૂલ પાસેના મકાન ખાતે બોલાવે છે. જેથી ભરતભાઇ બનેવી અમરતને મળવા પહોંચ્યા હતા. જ્યાં પહેલાથી અમરત, તેનો ભાઇ કરણ, તેમના મિત્ર અપ્પુ અને ગૌતમ ચારેય હાજર હતા. ભરતભાઇ વાતચીત શરૂ કરે તે પહેલા જ અમરતે શબ્દો બોલીને ઝઘડો કર્યો હતો. બનેવી સહિત ચારેય શખ્સો ભેગા મળીને સાળા ભરતભાઇને લોખંડની પાઇપથી ફટકા માર્યા હતા. આ દરમિયાન ભરતભાઇનો મિત્ર પંકજ પણ ત્યાં પહોંચતા ચારેય શખ્સોએ તેણે મારમારીને નાસી ગયા હતા.