ઇન્ડસ યુનિવર્સિટી દ્વારા આયોજિત ISTE પ્રાયોજિત રાષ્ટ્રીય પરીષદ 'વિકસિત ભારત@2047માં વિજ્ઞાન અને ટેકનોલોજીની ભૂમિકા (RSTVB-2025)' તાજેતરમાં સફ્ળતાપૂર્વક સમાપ્ત થઈ. આ પરીષદે દેશભરના નિષ્ણાતો, સંશોધકો અને ઉદ્યોગ સાહસિકોને એક મંચ પર લાવ્યા, જ્યાં 2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના યોગદાન પર ચર્ચા થઈ.રાજ્યના ટેકનિકલ શિક્ષણ કમિશનર બી. એચ. તલાટી, IAS, એ મુખ્ય અતિથિ તરીકે આ કાર્યક્રમનું ઉઘ્દાટન કર્યું અને રાષ્ટ્ર નિર્માણમાં નવીનતા અને સંસોધનની મહત્વની ભૂમિકા પર ભાર મૂક્યો. ISTE ના પ્રમુખ ડૉ. પ્રતાપસિંહ કે. દેસાઈએ ભારતના 2047ના વિકાસલક્ષી લક્ષ્યો સાથે સંશોધન આધારીત ઇકોસિસ્ટમ બનાવવા માટે યુનિવર્સિટીની પહેલની પ્રશંસા કરી.



  • Follow us on: