અમદાવાદના ડિસ્ટ્રિક્ટ ચાઇલ્ડ પ્રોટેક્શન યુનિટે ગાયક ક્રિસ માર્ટિન અને કોલ્ડપ્લે કોન્સર્ટના આયોજકોને નોટિસ પાઠવીને 25 અને 26 જાન્યુઆરીએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનાર કોન્સર્ટ દરમિયાન સ્ટેજ પર બાળકોનો કોઈપણ સ્વરૂપમાં ઉપયોગ ન કરવા સૂચના આપી છે.
આ સાથે જ આયોજકોને એ સુનિશ્ચિત કરવા માટે પણ ઉનિર્દેશ આપવામાં આવ્યો છે કે કોઈ પણ બાળકોને ઈયર પ્લગ વિના સંગીત સમારોહના સ્થળે પ્રવેશવાની મંજૂરી આપવામાં ન આવે.ચંદીગઢમાં સમાજશાસ્ત્રના આસિસ્ટન્ટ પ્રોફેસરે કરેલી ફરીયાદના જવાબમાં આ નોટિસ આપવામાં આવી હતી. કોન્સર્ટમાં મોટા અવાજો અને બ્રાઇટ લાઇટ્સ હોય બાળકોને સામેલ કરવાથી તેમના શારીરિક સ્વાસ્થ્ય અને માનસિક વિકાસને નુકસાન થાય છે. તેમણે બાળકોના અધિકારોની સુરક્ષા માટે ભવિષ્યમાં સમાન પગલાં ભરવાની તેમની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો. યુનિટે હાઇલાઇટ કર્યું છે કે કોન્સર્ટ દરમિયાન 120 ડેસિબલથી વધુ અવાજનું સ્તર બાળકોના સ્વાસ્થ્ય માટે નોંધપાત્ર જોખમ ઊભું કરી શકે છે. આ નિર્દેશોનું પાલન કરવામાં નિષ્ફ્ળતા મળશે તો અમદાવાદમાં જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે.










