Ahmedabad: બાળકોમાં કુપોષણ અને સ્ટંટિંગના મુદ્દા ગંભીર,તાત્કાલિક પગલાં જરૂરી


મહારાષ્ટ્રના પુણેમાં પશ્ચિમ ઝોનલ કાઉન્સિલની યોજાયેલી 27મી બેઠકની કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિત શાહે અધ્યક્ષતા કરી હતી.

આ બેઠકમાં મહારાષ્ટ્ર, ગુજરાત અને ગોવાના મુખ્યમંત્રીઓ, દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના પ્રશાસક અને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા. ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે ઝોનલ કાઉન્સિલની ભૂમિકા સલાહકારી પ્રકૃતિની હોય છે, પરંતુ તાજેતરના વર્ષોમાં, આ બેઠકો વિવિધ રાજ્યો દ્વારા અપનાવવામાં આવેલી શ્રોષ્ઠ પ્રથાઓને શેર કરવા અને રાષ્ટ્રીય સ્તરની નોંધપાત્ર સિદ્ધિઓ દર્શાવવા માટે એક પ્લેટફેર્મ તરીકે વિકસિત થઈ છે. ગૃહમંત્રી અમિત શાહે સ્વીકાર્યું હતુ કે પશ્ચિમ ઝોનના રાજ્યો દેશમાં સૌથી વધુ સમૃદ્ધ રાજ્યોમાંના એક છે. જોકે, તેમણે આ રાજ્યોમાં બાળકો અને નાગરિકોમાં કુપોષણ અને સ્ટંટિંગના વ્યાપ પર ચિંતા વ્યક્ત કરી. તેમણે પશ્ચિમ ઝોનના મુખ્યમંત્રીઓ, મંત્રીઓ અને મુખ્ય સચિવોને એકંદર આરોગ્ય સુધારવા માટે કુપોષણ દૂર કરવાને પ્રાથમિકતા આપવા વિનંતી કરી હતી. સારું સ્વાસ્થ્ય ફ્ક્ત દવાઓ અને હોસ્પિટલો પર આધારિત નથી; તેના બદલે, બાળકો અને નાગરિકોને શરૂઆતમાં તેની જરૂર ન પડે તે માટે પ્રયાસો કરવા જોઈએ. તેમણે બાળકોમાં સ્ટંટિંગની સમસ્યા પર ગંભીર ધ્યાન આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો અને તેના ઉકેલ માટે શક્ય તમામ પગલાં લેવા હાકલ કરી હતી.


  • Follow us on: