AMC દ્વારા કાંકરિયા ઝૂમાં આવેલા બાલવાટિકાને પીપીપી ધોરણે રિડેવલપમેન્ટ, મોર્ડનાઇઝેશન એન્ડ અપગ્રેડેશન કરાયું છે.
જેના લીધે બાલવાટિકામાં ડાઇનોસોર અને હેરણ ટ્રેન, લેઝી રિવર, ભૂલ ભૂલૈયા, ફલાઇંગ થિયેટર, એડવેન્ચર રાઇડસ, ગ્લાસ ટાવર સ્નો-પાર્ક સહિતના નવા આકર્ષણોનો ઉમેરો થયો છે. આ ઉપરાંત દેશમાં સૌપ્રથમ વખત ઊંચાઈ પરથી જોવા મળતું પારદર્શકતા સાથેનું ગ્લાસ ટાવર તેમજ રાજ્યમાં સૌપ્રથમ વખત વેક્ષ મ્યુઝિયમ પણ બનાવાયું છે. જોકે હાલ ટિકિટના દર નક્કી કરાયા નથી.
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જણાવ્યું હતું કે, બાલવાટિકાનું 22 કરોડના ખર્ચે પીપીપીના ધોરણે નવીનીકરણ કરાયું છે. અદ્યતન ડીઝાઇનવાળો એન્ટ્રી ગેટ જોવા મળશે. એન્ટ્રી ટિકિટની સાથે કેટલીક એક્ટિવિટી ફરી મળશે. બાલવાટિકામાં તમામ પ્રકારના મેન્ટેનન્સથી લઈ લાઇટ બિલ અને સિક્યુરિટી તેમજ કર્મચારી પગાર વગેરે કોન્ટ્રાક્ટર સુપરસ્ટાર એમ્યુઝમેન્ટ પ્રા.લિ દ્વારા કરાશે.
ડાઇનોસોર, હરણ ટ્રેન, લેઝી રિવર, ભુલભુલૈયા, ફલાઇંગ
થિયેટર,ગ્લાસ ટાવર સ્નો-પાર્ક સહિતના આકર્ષણો ઉમેરાયા
વેકેશનમાં બાળકો એમ્યુઝમેન્ટ પાર્કની મજા માણી
શકશે, ટૂંક સમયમાં જ ટિકિટના દર પણ નક્કી કરાશે