અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ડિમોલિશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.પોલીસની એક ટીમે મકાનો ખાલી કરાવ્યાં છે. અમદાવાદનો ચંડોળા તળાવ મીની બાંગ્લાદેશ વિસ્તાર તરીકે ઓળખાય છે.પોલીસની હાજરીમાં ગેરકાયદે બાંધકામો તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.આ કામગીરી દરમિયાન મોટો ઘટસ્ફોટ થયો છે. ચંડોળા તળાવ વિસ્તારમાં બે લાખ રૂપિયામાં ઝુંપડા વેચવામાં આવતા હતાં. લલ્લા બિહારી અને તેના પુત્રની ધરપકડ કરાઈ છે.
લલ્લા બિહારી અને તેના પુત્ર ફતેહની ધરપકડ
લલ્લા બિહારી નામના શખ્સે ચંડોળા વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ કર્યું હતું. ઐયાશી માટે કાળી કમાણીથી બંગ્લા અને ફાર્મ હાઉસ બાંધી દેવાયા છે. લલ્લા બિહારી ગેરકાયદે ફાઈનાન્સનો ધંધો કરતો હતો. હવે આ કામગીરી દરમિયાન લલ્લા બિહારી અને તેના પુત્ર ફતેહની ધરપકડ કરીને બંને જણાને ક્રાઈમ બ્રાંચ લઈ જવામાં આવ્યાં છે. તેમની સામે ગેરકાયદે વીજ જોડાણનો ગુનો નોંધાયો છે. લલ્લા બિહારીએ કાળી કમાણીના રૂપિયાથી ચંડોળામાં આલિશાન બંગલા અને ફાર્મ હાઉસ બાંધી દીધા હતાં.
ભવ્ય રિસોર્ટ અને ફાર્મ હાઉસ બનાવવામાં આવ્યાં
ચંડોળા વિસ્તારને જોતા એમ લાગે કે આ ઝૂંપડપટ્ટી છે. પરંતુ તેની અંદર બાંગ્લાદેશીઓને બે લાખ રૂપિયામાં ઝૂંપડા વેચવામાં આવતા હતાં. જાવેદ નામનો શખ્સ ઝુંપડા બનાવી આપીને વેચતો હતો.આ વિસ્તારમાં ભવ્ય રિસોર્ટ અને ફાર્મ હાઉસ બનાવવામાં આવ્યાં છે. 500 થી 2000 ચો.મી જગ્યામાં રિસોર્ટ અને ફાર્મ હાઉસ બંધાયા છે. આ ઉપરાંત ગેરકાયદે પ્લે ઝોન પણ બનાવી દેવાયા છે.









