અમદાવાદમાં સાબરમતીના શુદ્ધિકરણમાં તંત્રની પોલ ખુલી છે. નદીની સફાઈ દરમિયાન ડ્રેનેજ કનેક્શન મળી આવ્યા છે. એક તરફ સાબરમતી નદીની સાફ-સફાઈ ચાલી રહી છે તો બીજી તરફ નદીમાં ગંદુ પાણી ઠલવાતું હોય એવી માહિતી સામે આવી છે.


[[$googlead]]

ડ્રેનેજ કનેક્શન દૂર કરવાની તંત્રની વાતો પોકાર

અમદાવાદમાં સાબરમતી નદીની સાફ-સફાઈ 15 મેથી શરૂ કરવામાં આવી છે અને આ અભિયાન 5 જૂન સુધી ચાલશે. ત્યારે હવે નદીની સફાઈ દરમિયાન ડ્રેનેજ કનેક્શન મળી આવતા તંત્રીની પોલ ખુલી છે. ડ્રેનેજ કનેક્શન દૂર કરવાની તંત્રની વાતો પોકાર સાબિત થતી હોય એવું લાગી રહ્યું છે. કારણ કે એક તરફ એક તરફ નદીની સફાઈ બીજી તરફ નદીમાં ગંદુ પાણી ઠલવામાં આવી રહ્યું છે. ડ્રેનેજ લાઈનોમાંથી ગંદુ અને દૂષિત દુર્ગંધવાળું પાણી નદીમાં ઠલવાય છે. તંત્ર દ્વારા આવા કનેક્શન સીલ કરવાની વાતો કરવામાં આવી હતી

[[$alsoread]]

સાબરમતી નદીની સાફ-સફાઈ શરૂ કર્યાના 3 દિવસમાં જ ગંદું પાણી ઠલવામાં આવી રહ્યું છે. ત્યારે હવે સવાલ એ છે કે, નદીમાં દૂષિત પાણીનો અવિરત પ્રવાહ ચાલું રહેશે તો કઈ રીતે થશે નદીની સફાઈ?

સાબરમતી નદીની સાફ-સફાઈ શરૂ

સાબરમતી નદીની સાફ-સફાઈ પાછળ ફરીથી કરોડોનો ખર્ચ કરવાનો નિર્ણય AMCએ લીધો હતો અને અમદાવાદની ઓળખ સમી સાબરમતી નદીનું પ્રદૂષણ મુક્ત કરવા માટે ફરીથી સાફ-સફાઈ શરૂ કરવામાં આવી છે. ત્યારે વાસણા બેરેજથી લઈને સાબરમતી નદીના પાણીનો નિકાલ કરવામાં આવ્યો છે.


  • Follow us on: