અમદાવાદમાં તંત્રની મંથરગતિની કામગીરીથી લોકોમાં રોષ જોવા મળ્યો છે. શહેરના કેટલાક વિસ્તારમાં તંત્ર દ્વારા વારંવાર કરાતી કામગીરીના કારણે સ્થાનિકો મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ઘાટલોડિયા વિસ્તારના રહીશો પણ વહીવટીતંત્રની કામગીરીના કારણે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ઘાટલોડિયમાં કયારેક રોડ તો કયારેક ડ્રેનેજ કામગીરી તંત્ર દ્વારા હાથ ધરાતા સોસાયટીની બહારના મુખ્ય ગેટ આગળ જ મોટા ખાડા ખોદાય છે અને ખોદકામના કારણે મોટા માટીના ઢગમાંથી રહીશો મહામહેનતે બહાર નીકળી શકે છે. ગેટની આગળ જ ખોદકામ કરાતા સોસાયટીના રહીશોને તેમના રોજિંદા કામ માટે મોટી મુશ્કેલીનો સામનો કરવો પડે છે.


[[$googlead]]

વહીવટીતંત્રની ઘોર બેદરકારી

ઘાટલોડિયા વિસ્તારમાં ઘણા સમયથી વહીવટીતંત્રની ચાલતી કામગીરી પૂર્ણ થવાનું નામ લેતી નથી.  પહેલા આ વિસ્તારમાં રોડ બનાવવાની કામગીરી હાથ ધરાઈ. રોડ બનતો હોવાના કારણે વાહન ચાલકો તેમજ આ વિસ્તારના સ્થાનિકોએ તેમના રોજિંદા કામોની પતાવટ માટે પોતાનો માર્ગ બદલ્યો. હાલમાં અનેક શાળાઓમાં ગુજરાત બોર્ડની વાર્ષિક પરીક્ષા ચાલી રહી છે. આ વિસ્તારમાં રહેતા બાળકોને પરીક્ષા આપવાના ઘણા સમય પહેલા ઘરેથી નીકળવું પડે છે. તો કામ પર જતા લોકોને રોડની કામગીરીના કારણે ઓફિસ પંહોચવામાં ભારે ટ્રાફિકનો સામનો કરવો પડે છે. લોકોને આશા હતી કે રોડનું કામ પૂર્ણ થયા બાદ રાહત મળશે. પરંતુ હાલમાં વહીવટીતંત્રને ઘોર બેદરકારી સામે આવી છે.

[[$alsoread]]

તંત્રની કામગીરી સામે સ્થાનિકોમાં રોષ

વહીવટીતંત્ર દ્વારા રોડની કામગીરી ચાલતી હતી ત્યાં તેમને રોડ નીચેની ડ્રેનેજની કામગીરી યાદ આવી. એકબાજુ રોડ બનવાની તૈયારીમાં હતો ત્યાં ઘાટલોડિયમાં ડ્રેનેજની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અને રોડનું કામ તો અધુરું જ રહ્યું અને ડ્રેનેજની કામગીરી પણ અધ્ધરતાલ થઈ છે. ઘાટલોડિયામાં વહીવટીતંત્ર દ્વારા વારંવાર કરાતી તોડફોડની કામગીરીથી લોકોને તેમના રોજિંદા કામમાં મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યા છે. તંત્ર દ્વારા રોડ તોડી ડ્રેનેઝ કામગીરી અધૂરી મુકતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો. સ્થાનિકોએ વહીવટીતંત્રને કામગીરી ઝડપી કરવા માગ કરી છે. ઘણા સમયથી વહીવટીતંત્રની મંથરગતિની કામગીરીથી આ વિસ્તારમાં રહેતા રહીશોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. 

  • Follow us on: