વસ્ત્રાલગામ ખાતે આવેલા કબિર મંદિર પાસે બે મહિનાથી રોડ ખોદી કાઢવામાં આવ્યો છે.
નવી ગટર લાઇન નાંખવાની હોવાથી રોડ ખોદવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ ગટર લાઇન નાંખ્યા પછી ખોદેલા રોડનું કામ આગળ નહીં વધતાં સ્થાનિકોમાં ભારે રોષ ભભૂકી ઉઠયો છે. આ રોડનો વાંચ, ગતરાડ સહિતના વિસ્તારોમાં જવા માટે વધુ ઉપયોગ થાય છે.
સ્થાનિકોએ કહ્યું કે, વસ્ત્રાલગામ કબિર મંદિર પાસે ગટર લાઇન નાંખવા માટે રોડ ખોદવામાં આવ્યો હતો. ગટર લાઇનનું કામ કરી માટી પુરાણ કરી દેવાયું હતું. આમ ગટર લાઇના નાંખવાથી લઇ માટી પુરાણની કામગીરી બે મહિનાથી પુરી થઇ ગઇ છે. આમ છતાં રોડનું કામ આગળ વધતું નથી. હવે હોળીના તહેવારના કારણે મજુરો નહીં મળતા હાલ કામગીરી શરુ થવાની શક્યતા નથી. બીજીબાજુ રોડ પરથી પસાર થતાં વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે. આ રોડ પર વાહન ચાલકોની સતત અવરજવર રહેતી હોવા છતાં બબ્બે મહિનાથી કામગીરી નહીં થતાં લોકોમાં ભારે રોષ છે. ઉબડખાબડવાળા રોડના લીધે ટુવ્હીલર વાહન ચાલકોને વાહન ચલાવવામાં ભારે હાલાકી પડી રહી છે. રોડ તૈયાર કરવા માટે સ્થાનિકોએ દ્વારા AMCના અધિકારીઓ સમક્ષ પણ રજૂઆતો પણ કરી છે.
હાટકેશ્વરથી રામોલ જતાં બ્રિજમાં વીજપોલ બંધ
હાર્ટકેશ્વરથી રામોલ જતાં સીટીએમ ડબલડેકર બ્રિજ પર છેલ્લા 10 દિવસથી વિજપોલ બંધ છે. વિજપોલ બંધ હોવા પાછળનું કારણ મ્યુનિ. અધિકારીઓ જાણી શક્યા નથી. હાલ વિજપોલના મેઇન્ટેનન્સ માટે નવા કોન્ટ્રાક્ટરને કામગીરી સોંપવાની તજવીજ ચાલી રહી હોવાથી ફરિયાદોનું ઝડપી નિરાકરણ આવતું નથી. બ્રિજ પરથી હજારોની સંખ્યામાં વાહનો જતાં હોવા છતાં છેલ્લા 10 દિવસથી વિજપોલ બંધ રહેતા વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે.