અમદાવાદમાં ફરી ધર્માંતરણનો મુદ્દો ગુંજ્યો છે. શહેરના ઓઢવ વિસ્તારમાં સ્થાનિકોનું ધર્માંતરણ કરવામાં આવતું હોવાનો વિશ્વ હિંદુ પરિષદના કાર્યકર્તાઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. ઘરમાં ચર્ચ બનાવીને સ્થાનિકોને પ્રેયર માટે ભેગા કરવામાં આવતા હોવાનો આક્ષેપ કરાયો છે. યુવાનોને નાશ્તો કરાવવાની લાલચ આપીને ધર્માતરણ કરવામાં આવતું હોવાના આક્ષેપ બાદ વીએચપીના કાર્યકર્તાઓએ પોલીસમાં અરજી કરી હતી. પોલીસે આ અરજીને આધારે વધુ તપાસ હાથ ધરી છે.
ઘરમાં ચર્ચ બનાવીને સ્થાનિકોને પ્રેયર માટે બોલાવાતા
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના ઓઢવ વિસ્તારમાં સ્થાનિકોનું ધર્માંતરણ કરાવવામાં આવતું હોવાનો વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓએ આક્ષેપ કર્યો છે. ઓઢવમાં ઘરમાં ચર્ચ બનાવીને સ્થાનિકોને પ્રેયર માટે બોલાવવામાં આવતા હતાં. તે ઉપરાંત ઓઢવ વિસ્તારના યુવાનોને નાશ્તો કરાવવાની લાલચ આપીને ભેગા કરવામાં આવતા હોવાનો પણ આક્ષેપ કરાયો હતો.
પોલીસે અરજીના આધારે વધુ તપાસ હાથ ધરી
ઓઢવ વિસ્તારમાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓએ હોબાળો કરતાં પોલીસ દોડતી થઈ ગઈ હતી. આ મુદ્દે વીએચપીના કાર્યકર્તાઓએ અનેક આક્ષેપો કરીને પોલીસને અરજી આપી હતી. પોલીસે અરજીના આધારે વધુ તપાસ હાથ ધરી છે. ઘરમાં ચર્ચ બનાવીને સ્થાનિક લોકોને પ્રેયર કરાવાતી હોવાનો વિએચપીના કાર્યકર્તાઓએ આક્ષેપ કર્યો હતો. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.









