દાણીલીમડામાં પાર્ક કરવા જેવી નજીવી બાબતે શખ્સે રિક્ષા અને બર્ગમેનમાં આગ ચાંપી દીધી હતી. જેમાં શખ્સ દરગાહમાં નમાઝ પઢવા જતો હતો તે સમયે રિક્ષામાં ઝાંપા પાસે પાર્ક થતી હોવાથી આગ લગાવી હતી. આ અંગે યુવકે શખ્સ સામે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવી છે.


જમાલપુરમાં રહેતા નિઝામુદ્દીન શેખ રિક્ષા ડ્રાઇવિંગ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. જેમાં તેઓ તેમની રિક્ષા રોજ બાવા લબલબની દરગાહના ઝાંપા પાસે પાર્ક કરે છે. ત્યારે ત્યાં ચાલીમાં રહેતો શાહીદ શેખ દરગાહમાં નમાઝ પઢવા આવતો તે સમયે નિઝામુદ્દીનને રિક્ષા હટાવી લેવાનું કહેતો હતો. જ્યારે નિઝામુદ્દીન કોઇને નડે તે રીતે પાર્ક કરૂ છું તેમ જણાવ્યુ હતુ. ગત 15 માર્ચે નિઝામુદ્દીન રાત્રીના સમયે રિક્ષા પાર્ક કરીને ઘરે જઇને સૂઇ ગયા હતા. ત્યારે બીજા દિવસે સવારે ચાલીના છોકરાઓ તેમના ઘરે આવ્યા હતા અને શાહિદે તમારી રિક્ષા સળગાવી છે તેમ જણાવ્યુ હતુ. જેથી તેઓ તાત્કાલિક રિક્ષા પાસે ગયા હતા અને પાણી નાખીને આગ બૂઝાવી હતી. બાદમાં તપાસ કરતા અન્ય વ્યક્તિનું બર્ગમેનમાં પણ શાહિદે આગ લગાવી હતી. જેથી તેને પૂછતા તેણે આગ લગાવી હોવાનું સ્વીકાર્યુ હતુ. આ અંગે નિઝામુદ્દીને શાહિદ શેખ સામે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવી છે. પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


  • Follow us on: