અમદાવાદ શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા હિમાલયા મોલમાં અચાનક આગ ફાટી નીકળી હતી. ફાયર વિભાગની 6 ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી છે. ફાયરના જવાનો આગને બૂઝાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. 


[[$googlead]]

અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા હિમાલયા મોલમાં આગ લાગી હતી.હિમાલયા મોલના ડિઝાઇન લાઇન્સ નામની શોપમાં આગ લાગતાની સાથે ફાયર વિભાગે જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગેની 6 ગાડી ઘટનાસ્થળે પહોંચીને આગને બૂજાવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. હિમાલયા મોલની અંદર એસીમાં આગ લાગતા દોડધામ મચી હતી. ફાયર વિભાગ દ્વારા ભારે જેહમદ બાદ આગ પર કાબૂમાં લેવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. 

આગની ઘટનામાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. આગ એટલી ભયંકર હતી કે લોકોમાં હડકંપ મચી જવા પામ્યો હતો. હિમાલયા મોલમાં શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનું અનુમાન લગાવામાં આવ્યું છે.  હિમાલયા મોલમાં લાગેલી આગમાં કોઇ જાન હાનિના સમાચાર નથી. 

[[$alsoread]]




  • Follow us on: