અમદાવાદમાં વટવા GIDCમાં ભીષણ આગ લાગી હોવાના અહેવાલો મળી રહ્યા છે. અમદાવાદની વટવા GIDCમાં જેક્શન કંપનીમાં આગ લાગવાથી ધુમાડાના ગોટેગોટા દૂર દૂરથી દેખાઈ રહ્યા છે. વટવા ફેઝ-2માં કલર બનાવવાના કેમિકલમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. સમગ્ર ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે.
મળતી માહિતી મુજબ, અમદાવાદમાં આવેલા વટવા GIDC ફેઇઝ 2 માં આવેલી કલર કંપનીમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. GIDCના જેક્શન નામની કંપનીમાં કલર બનાવવાના કેમિકલમાં આગ લાગતાં કેમિકલ અલગ કરાયું છે. ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચે આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.













