- મેયર પ્રતિભા જૈનને GCOM બોર્ડ મેમ્બર તરીકે સાઉથ એશિયાના પ્રતિનિધિ તરીકે પસંદ કરાયા
- પેરિસ ખાતે 25-26 જુલાઈના રોજ GCOMની બોર્ડની યોજાઈ હતી બેઠક
- બેઠકમાં કલાઈમેટ રેસિલિયન્સ અને સસ્ટનેબિલિટી ના મુદ્દા પર થઈ હતી ચર્ચા
AMC દ્વારા કલાઈમેટ રેસીલીયન્ટ એક્શન પ્લાનીંગ અને તેના અમલીકરણની દિશામાં કરેલા કાર્યોની નોંધ લઇ ગ્લોબલ કોવેનન્ટ ઓફ મેયર્સ ફોર કલાઈમેટ એન્ડ એનર્જી (GCOM) દ્વારા અમદાવાદ શહેરના મેયર પ્રતિભાબેન જૈનને GCOMના બોર્ડ મેમ્બર તરીકે ‘સાઉથ એશિયા રીજનના પ્રતિનિધિ બનાવાયા છે.
પેરિસ ખાતે 25-26 જુલાઈના રોજ GCOMની બોર્ડની યોજાઈ હતી બેઠક
GCOMએ કલાઇમેટ લીડરશીપ માટેનું ગ્લોબલ અલાયન્સ છે, જેમાં 6 ખંડના 144 દેશોના કુલ 12,500 કરતા વધુ શહેરોનો સમાવેશ થાય છે. GCOM બોર્ડનું સંચાલન માઈકલ બ્લુમબર્ગ, ફોર્મર મેયર ન્યુયોર્ક સીટી તથા મારોસ સેફકોવિક, વાઈસ પ્રેસિડેન્ટ ફોર યુરોપિયન ગ્રીન ડીલ; એક્ષ-ઓફીસીઓ UNFCCC એક્ઝીક્યુટીવ સેક્રેટરી, UN-HABITAT એક્ઝીક્યુટીવ ડીરેકટર તથા GCOMના કો-મેનેજીંગ ડીરેકટરર્સ દ્વારા કરવામાં આવે છે. GCOM બોર્ડમાં 10 શહેરોના મેયર તથા લોકલ ઓફિશિયલ્સનો સમાવેશ થાય છે. GCOM બોર્ડના ૧૦ એડવાઈઝરી મેયર્સમાં અમદાવાદ શહેરના મેયર શ્રીમતી પ્રતિભાબેન રાકેશકુમાર જૈન ‘સાઉથ એશિયા રીજનના પ્રતિનિધિ તરીકે પસંદગી કરવામાં આવી છે.
આ વર્ષે GCOM બોર્ડ મિટિંગ 25-26 જુલાઈ 2024ના રોજ પેરીસ ખાતે યોજવામાં આવી હતી. જેમાં કલાઈમેટ રેસીલીયંસ તથા સસ્ટેનેબીલીટીની દિશામાં આગળ વધવા વિવિધ વિષયો ઉપર ચર્ચા વિચારણા થયેલ જેમાં સાઉથ એશિયા રીજનના પ્રતિનિધિ તરીકે અમદાવાદ શહેરના મેયર પ્રતિભાબેન રાકેશકુમાર જૈને અમદાવાદ શહેરનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ મીટીંગ દરમિયાન અમદાવાદ શહેરના મેયરશ્રી દ્વારા અમદાવાદ મહાનગરપાલિકાએ ICLEI SouthAsia સાથે મળીને સ્વિસ એજન્સી ફોર ડેવલપમેન્ટ એન્ડ કો-ઓપરેશન (SDC) દ્વારા ફન્ડેડ "CapaCITIES Phase-II" ”પ્રોજેક્ટ અંતર્ગત બનાવેલા ‘અમદાવાદ કલાઈમેટ રેસિલિયન્ટ સીટી એક્શન પ્લાન – ટુ વર્ડસ નેટ ઝીરો ફ્યુચર 2070’ તથા તેના અમલીકરણ માટે લીધેલા વિવિધ પગલાઓ વિષે માહિતી આપી હતી.
અમદાવાદ શહેર, વિવિધ આંતરરાષ્ટ્રીય સંસ્થા જેમ કે, GCOM અને ICLEI નું સભ્ય શહેર છે. અમદાવાદનો કલાઇમેટ એક્શન પ્લાન CDP-ICLEITrack ગ્લોબલ પ્લેટફોર્મ ઉપર રીપોર્ટ કરેલ છે, જેનું ગ્લોબલ સ્ટાન્ડર્ડસ મુજબ ટેક્નીકલ મૂલ્યાંકન કરવામાં આવેલ છે. અમદાવાદ શહેરને GCOM દ્વારા અમદાવાદ કલાઈમેટ એક્શન પ્લાન માટે કુલ 9 ગ્લોબલ સ્ટાન્ડર્ડસ પૈકી 8 ગ્લોબલ સ્ટાન્ડર્ડસ અર્જિત કરવા બદલ બેજ મળેલા છે. જે અમદાવાદ મહાનગરપાલિકાની પર્યાવરણ પ્રત્યેની કટિબદ્ધતાને દર્શાવે છે