અમદાવાદના વિરમગામમાં નગરપાલિકા તંત્રનુ મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. મુનસર દરલાજા રામમહેલ મંદિર રોડ પર ડિમોલિશનની કાર્યવાહી તેજ ગતિએ ચાલી રહી છે. ધાર્મિક સ્થળો અને ગેરકાયદે રહેણાંક મકાનોનાદબાણો દુર કરાયા છે. તો બીજી તરફ અનેક લોકોએ મકાનોમાં દબાણ સ્વયંભૂ દૂર કર્યા છે.
મળતી માહિતી મુજબ, વિરમગામ શહેરમાં નગરપાલિકા તંત્રનુ મેગા ડિમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. વિરમગામ શહેરના મુનસર દરલાજા રામમહેલ મંદિર રોડ પર ગેરકાયદે રહેણાંક મકાન સરકારી બુલડોઝર ફરી વળ્યુ છે. રસ્તા પર બિનઅધિક્રુત અને ગેરકાયદે બાંધકામ રહેણાંક મકાન દબાણો દૂર કરાવાની કામગીરી શરૂ કરાઇ છે.
મુનસર દરવાજા અને લાકડી બજારના આશરે 200 રહેણાંક મકાન અને 10 મંદિર અને દરગાહ સહિતના દબાણો દૂર કરાયા છે. દબાણ હટાવ ઝુંબેશ કામગીરીમાં નગરપાલિકા તંત્ર 5 JCB, 10 ટ્રેક્ટરો દ્વારા બિનઅધિક્રુત અને ગેરકાયદે બાંધકામના દબાણો દૂર કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે. કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. તંત્રની સુચના બાદ અનેક રહેણાંક મકાનોમા દબાણ સ્વયંભૂ દૂર કર્યા છે.









