અમદાવાદ રેલવે સ્ટેશનના રિડેવલોપમેન્ટનું કામ ચાલી રહ્યું છે. ત્યારે યોગા એક્સપ્રેસને સાબરમતી સ્ટેશને શિફ્ટ કરાશે. તા. 16 જાન્યુઆરીથી ટ્રેન નં. 19031 અમદાવાદ-યોગ નગરી ઋષિકેશ યોગા એક્સપ્રેસ અમદાવાદને બદલે સાબરમતીથી 11:25 કલાકે ઉપડશે.


તા.17 જાન્યુઆરીથી ટ્રેન નં. 19032 યોગનગરી ઋષિકેશ-અમદાવાદ યોગા એક્સપ્રેસ અમદાવાદને બદલે સાબરમતી સ્ટેશન પર બપોરે 3:20 કલાકે આવશે. જે અમદાવાદ સ્ટેશન સુધી નહીં જાય. તા. 10 જાન્યુઆરીથી આગળની સુચના ન મળે ત્યાં સુધી અમદાવાદ-વડોદરા વચ્ચે દોડતી મેમુ-પેસેન્જર ટ્રેન અમદાવાદને બદલે વટવા સ્ટેશનેથી ચાલશે. કેટલીક ટ્રેનોના આગમન-પ્રસ્થાનના સમયમાં પણ ફેરફાર થશે. 10 જાન્યુઆરીથી 69108 અમદાવાદ-વડોદરા મેમુ વટવાથી 7:30 કલાકે ઉપડશે અને 10:20 કલાકે વડોદરા પહોંચશે. 69102 અમદાવાદ-વડોદરા મેમુ વટવાથી સાંજે 5:40 કલાકે ઉપડશે અને રાત્રે 8:15 કલાકે વડોદરા પહોંચશે. ટ્રેન નં. 59550 અમદાવાદ-વડોદરા સંકલ્પ પેસેન્જર વટવાથી સવારે 9:20 કલાકે ઉપડશે અને સવારે 11:50 કલાકે વડોદરા પહોંચશે. તા. 13 જાન્યુઆરીથી ટ્રેન નં. 69114 અમદાવાદ-વડોદરા મેમુ વટવાથી 5:40 કલાકે ઉપડશે. તા.10 જાન્યુઆરીથી 59549 વડોદરા-અમદાવાદ પેસેન્જર વટવા સ્ટેશને 8:30 કલાકે પહોંચશે. 69129 આણંદ-અમદાવાદ મેમુ વટવા સ્ટેશને 7:20 કલાકે આવશે. 69115 વડોદરા-અમદાવાદ મેમુ વટવા સ્ટેશને બપોરે 1:25 કલાકે પહોંચશે. તા.12 જાન્યુઆરીથી 69107 વડોદરા-અમદાવાદ મેમુ વટવા સ્ટેશને રાત્રે 11:50 કલાકે આવશે.


  • Follow us on: