દાણીલીમડામાં એક કારમાં ડ્રાઇવર અને નાગા બાવાના વેશમાં એક શખ્સ આવ્યા હતા.


બાદમાં વૃદ્ધને એડ્રેસ પૂછવાના બહાને વાતોમાં ભોળવીને સોનાની વીટીં કાઢીને ફરાર થઇ ગયા હતા. આ અંગે વૃદ્ધે બે શખ્સો સામે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફ્રિયાદ નોધાવી છે.

દાણીલીમડામાં રહેતા બાબુભાઇ કાપડીયા ગત 27 માર્ચે કારચાલકે સરનામુ પૂછવા બોલાવ્યા પરંતુ દિનેશભાઇને એડ્રેસ ન જાણતા ન હતા. ત્યારે પાછળ નાગા બાવાના વેશમાં બેસેલ વ્યક્તિએ બાબુભાઇને બોલાવીને તમારું કલ્યાણ થશે કહીને પરિવારની વિગતો કહી હતી બાદમાં હું કહું તેમ કરવાનું કહીને બંને હાથ દરવાજા પર મુકાવ્યા હતા અને બાદમાં માથા પર હાથ મૂકીને આર્શિવાદ આપ્યા હતા. જે બાદ બાબુભાઇએ રૂ. 3 હજાર પણ આપતા તેઓ કાર લઇને જતા રહ્યા હતા. બાદમાં બાબુભાઇને જાણ થઇ કે તેમને પહેરેલ સોનાની રૂ. 30 હજારની વિંટી ગુમ હતી જેથી નાગા બાવાએ કાઢી લીધી હતી. આ અંગે બાબુભાઇએ દાણીલીમડાપોલીસ સ્ટેશનમાં બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.


  • Follow us on: