- નર્મદા અને ભરૂચમાં યલો એલર્ટ અપાયુ
- દક્ષિણ ગુજરાતમાં સાયકલોનિક સર્ક્યુલર સિસ્ટમ સક્રિય
- બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
અમદાવાદ હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી કરી છે,ગુજરાતમાં અગામી 7 દિવસ વરસાદ પડશે અને સારો એવો વરસાદ ગરમીથી લોકોને રાહત આપશે.દક્ષિણ ગુજરાતમાં સર્ક્યુલર સાયકલોનિક સિસ્ટમ સક્રિય થઈ છે તેના લીધે વરસાદ રહેશ,અમદાવાદમાં પણ આજે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આજે કયા પડી શકે છે ભારે વરસાદ
આજે જામનગર, દ્વારકા, વલસાડ,દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દીવ,ગીરસોમનાથ, સુરત, ડાંગ, નવસારીમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે.આજે તાપીમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે,તો અરવલ્લી, મહીસાગર, છોટાઉદેપુરમાં યલો એલર્ટ અપાયું છે.
25 જૂને કયા અપાઈ વરસાદની આગાહી
આવતીકાલે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી બનાસકાંઠા,સાબરકાંઠા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં અપાઈ છે.
26 જૂને કયા અપાઈ વરસાદની આગાહી
26 જૂને પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરાઈ છે.
27 જૂને કયા અપાઈ વરસાદની આગાહી
27 જૂને ભારે વરસાદની આગાહી નવસારી, વલસાડ, તાપી, દમણ,દાદરાનગર હવેલીમાં કરાઈ છે.
28 જૂને કયા અપાઈ વરસાદની આગાહી
28 જૂને ભારે વરસાદની આગાહી ભરૂચ, ડાંગ, નવસારી, તાપી, દમણ,દાદરાનગર હવેલીમાં કરાઈ છે.
કયાંક ભારે તો કયાંક અતિભારે વરસાદની આગાહી
ગુજરાતમાં નબળું પડેલું નૈઋત્યનું ચોમાસું હવે ફરી સક્રિય થયું છે. રવિવારે ગુજરાતના અનેક વિસ્તારોમાં મેઘ મહેર વર્ષી હતી. ત્યારે હજી ત્રણ દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રવિવારે કરેલી હવામાન વિભાગની અગાહી અનુસાર ગુજરાતમાં આગામી છ દિવસ એટલે કે 29મી જૂન સુધીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં આગામી બે દિવસ અમુક જિલ્લામાં ભારે વરસાદની તો કેટલાક જિલ્લાઓમાં અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.









