• બે દિવસ રાજયમાં છૂટોછવાયો વરસાદ રહેશે
  • બે દિવસ બાદ રાજ્યમાં ભારે વરસાદની આગાહી
  • આજે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી

અમદાવાદ હવામાન વિભાગે રાજયમાં વરસાદને લઈ આગાહી કરી છે,અગામી છ દિવસ રાજયમાં છૂટો છવાયો વરસાદ વરસવાની શકયતા છે સાથે સાથે બે દિવસ બાદ રાજયમાં ભારે વરસાદી આગાહી કરાઈ છે,આજે રાજયમાં સામન્યથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે,તો માછીમારોને અગામી પાંચ દિવસ દરિયો ના ખેડવા સૂચના અપાઈ છે.

જાણે 2 ઓગસ્ટે કયા અપાઈ વરસાદની આગાહી

[[$googlead]]

2 ઓગસ્ટે ડાંગ, નવસારી,વલસાડ, તાપી,દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

[[$alsoread]]

જાણે 3 ઓગસ્ટે કયા અપાઈ વરસાદની આગાહી

3 ઓગસ્ટે નર્મદા, ભરૂચ,સુરત, ડાંગ,નવસારી, વલસાડ,તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

જાણે 4 ઓગસ્ટે કયા અપાઈ વરસાદની આગાહી

4 ઓગસ્ટે અમરેલી,ભાવનગર,ગીરસોમનાથ, દીવમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે.

આગામી 6 દિવસ સાર્વત્રિક વરસાદ રહેવાનું અનુમાન

બે દિવસ રાજ્યમાં છૂટો છવાયો વરસાદ રહેશે સાથે સાથે રાજ્યમાં બે દિવસ માટે વરસાદનું જોર ઘટ્યું છે.આજે સમાન્યથી મધ્યમ ગાજવીજ સાથે અમદાવાદ અને ગાંધીનગરમાં રહેશે વરસાદ.2જી ઓગસ્ટથી સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય થતા રહેશે વરસાદ,

સુરત, ભરૂચ, નવસારી, વલસાડમાં ઓરેન્જ એલર્ટ

સુરત, ભરૂચ, નવસારી, વલસાડમાં ઓરેન્જ એલર્ટ સાથે અતિભારે વરસાદની આગાહી છે. તેમજ બનાસકાંઠા, પાટણ, મોડાસા, મહેસાણા, સાબરકાંઠા અતિભારે વરસાદની આગાહી અને અમદાવાદ, ગાંધીનગર, આણંદ, વડોદરા, નર્મદા, તાપી, ડાંગ, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લીમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગાજવીજ અને ભારે પવન સાથે કેટલાંક વિસ્તારમાં વરસાદ રહેશે. સાયકલોનીક સર્ક્યુલેશન તથા ઑફશોર ટ્રફ અને શિયરઝોનથી વરસાદ રહેશે.

રાજ્યમાં 146 તાલુકામાં વરસાદ નોંધાયો છે

રાજ્યમાં 146 તાલુકામાં વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં સૌથી વધુ કચ્છના અબડાસામાં 4.3 ઈંચ વરસાદ આવ્યો છે. ત્યારે પાટણના સરસ્વતીમાં 3.7 ઈંચ વરસાદ પડ્યો છે. ત્યારે પાટણ તાલુકાની વાત કરવામાં આવે તો ત્યાં 3.1 ઈંચ વરસાદ પડ્યો છે. બનાસકાંઠાના ભાભરમાં 2.7 ઈંચ, પાટણના સાંતલપુરમાં 2.5 ઈંચ તો કચ્છના માંડવીમાં 2.4 ઈંચ વરસાદ આવ્યો છે. આ સિવાય પણ અન્ય તાલુકામાં મેઘરાજા વરસ્યા છે. વરસાદને પગલે રાજ્યના મોટાભાગના ડેમમાં પાણીની સારી આવક થઈ હતી. તેમજ ખેડૂતો પણ ખુશખુશાલ થયા છે.


  • Follow us on: