- અમદાવાદના મણિનગરમાં મેટ્રોના કામમાં બેદરકારી
- મહિલાને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાઈ
- લોખંડનું સ્ટ્રક્ચર એકાએક BRTS ટ્રેક પર પડ્યું
અમદાવાદના મણિનગરમાં મેટ્રોના કામમાં બેદરકારી સામે આવી છે જેમાં એક મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ હોવાનું જાણવા મળે છે. મળતી વિગત મુજબ મણિનગર રેલવે ફાટક નજીક બની રહેલા મેટ્રો પિલરનું લોખંડનું સ્ટ્રક્ચર પડતા તેની નીચે મહિલા દટાઈ હતી. ઘટના બાદ લોકોએ તે મહિલાને બહાર કાઢી હતી અને મહિલાને ગંભીર હાલતમાં હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. લોખંડનું સ્ટ્રક્ચર એકાએક BRTS ટ્રેક પર પડ્યું હતું.










