• 9 માર્ચે મેટ્રો સવારે 6થી રાત્રીના 10 વાગ્યા સુધી દોડશે
  • 9 માર્ચે બંને દેશના પ્રધાનમંત્રી નિહાળશે મેચ
  • 10 થી 13 માર્ચના રોજ મેટ્રો સવારના 7થી રાત્રીના 10 સુધી દોડશે

ભારત ઓસ્ટ્રેલિયા મેચને લઇને મેટ્રોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં 9 માર્ચે મેટ્રો સવારે 6થી રાત્રીના 10 વાગ્યા સુધી દોડશે. તેમજ 9 માર્ચે બંને દેશના પ્રધાનમંત્રી મેચ નિહાળશે. તથા 10થી 13 માર્ચના રોજ મેટ્રો સવારના 7થી રાત્રીના 10 સુધી દોડશે.

ITC નર્મદામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકાયો

9 માર્ચથી 13 માર્ચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ મેચ છે. જેમાં અમદાવાદમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ મેચ રમાશે. ત્યારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ મેચની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જેમાં ITC નર્મદામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકાયો છે. તથા અમદાવાદમાં 2855થી વધુનો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તેમજ ભારતની ટીમ અને ITC નર્મદામાં રોકાણ કરશે. ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી ITC નર્મદામાં રોકાણ કરશે. તેમજ PM નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના PM એન્થોની અલ્બેનીઝ ટેસ્ટ મેચ નિહાળશે.

  • Follow us on: