એક તરફ લાંબા સમયથી રોડ પરની સ્ટ્રીટ લાઈટ માટેના મેન્ટેનન્સની ફરિયાદો આવતી રહી છે. આ અંગે અવારનવાર ફરિયાદો છતાં નિરાકરણ કરવામાં તંત્ર નિષ્ફળ જઈ રહ્યું છે.
હાલમાં રખિયાલ સરસપુર વોર્ડમાં આવેલા મચ્છી માર્કેટના રોડ પર લાંબા સમયથી લાઈટના થાંભલા તો લગાવવામાં આવ્યા છે પરંતુ તેના પર લાઈટ લાગવાની કામગીરી અટકી ગઈ છે. આ અંગે ફરિયાદ કરતાં સ્થાનિકોએ જણાવ્યું કે, ચાર મહિનાથી લાઈટના થાંભલા પર હેલોજન લગાવવામાં આવી રહ્યા નથી. ઉનાળામાં રોડ રસ્તાની લાઈટ બંધ હોવાની ફરિયાદોના કારણે રોડ પર મોડી રાત્રે નીકળતાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમજ લગ્નસરાની સિઝનમાં ચોરીની ઘટનામાં પણ વધારો થતો જોવા મળી રહ્યો છે. તેમજ અંધકારના કારણે અકસ્માતની પણ ઘટના બની રહી છે તેમ છતાં ધ્યાન આપવામાં આવી રહ્યું નથી. જ્યારે આ અંગે ફરિયાદ કરવા છતાં પણ અધિકારીઓ ધ્યાન આપી રહ્યા નથી. છેલ્લા ઘણાં સમયથી સ્ટ્રીટ લાઈટના મેન્ટેનન્સના કામગીરી અંગે સવાલો ઉભા થતાં રહે છે અને કેના કોન્ટ્રાક્ટરની બેદરકારીના પણ ઘણાં પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.










