જમાલપુરમાં રહેતા યુસુફ્ભાઇ દેવડીવાલા નારોલમાં કપડાની ફેકટરી ધરાવતા હતા અને ત્યાં હાલમાં ગોડાઉન બનાવી ભાડે આપેલ છે. ત્યારે કપડાની ફેકટરી માટે જીપીસીબીનું લાઈસન્સ વર્ષ 2010 સુધીનું લીધુ હતુ. પરંતુ જે બાદ ફેકટરીમાં નુકસાન જતા બંધ કરી દીધી હતી. બાદમાં તેમના નાનાભાઈ ઈકબાલ દેવડીલાલાએ યુસુફ્ભાઇને પાંચ વર્ષ માટે ફેક્ટરી લીવ એન્ડ લાઈસન્સીના કરારથી આપી હતી. તે સમયે ઇકબાલે યુસુફ્ભાઇનું લાઈસન્સ રિન્યુ કરાવ્યુ હતુ. બાદમાં ફરીથી ઇકબાલે યુસુફ્ભાઈ ની જાણ બહાર લાઈસન્સ પોતાના નામે કરવા જીપીસીબીમાં અરજી કરી હતી. જેમાં બનાવટી લેટરપેડ, રબર સ્ટેમ્પ અને ખોટી સહિઓ કરી હતી. તેમ છતા ઇકબાલે ફરીથી લાઈસન્સ તબદીલ કરાવવા બનાવટી ડોક્યુમેન્ટ અને સહિઓ કરીને જીપીસીબીમાં રજૂ કર્યા હતા. આ અંગે યુસુફ્ભાઇએ ઈકબાલ સામે નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.



  • Follow us on: