• ઘાયલોને તાત્લાકિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા
  • જૂની દીવાલ ધરાશાયી થતાં 2 શ્રમિકોનાં મોત
  • સ્થાનિકો બચાવ કામગીરીમાં જોડાયા હતા

અમદાવાદમાં દીવાલ ધરાશાયી થતાં 2ના મોત થયા છે. જેમાં અસારવા રેલવે યાર્ડ નજીક દુર્ઘટના બની છે. જૂની દીવાલ ધરાશાયી થતાં 2 શ્રમિકોનાં મોત થયા છે. ઘટના સમયે સ્થાનિકોએ બચાવ કામગીરી કરી અન્ય લોકોને બચાવી લીધા છે. તેમજ ઘાયલોને તાત્લાકિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા છે.

શહેરમાં વારંવાર દીવાલ ધરાશાયી થવાના બનાવો બની રહ્યાં છે

[[$googlead]]

શહેરમાં વારંવાર દીવાલ ધરાશાયી થવાના બનાવો બની રહ્યાં છે. અગાઉ મકરબા વિસ્તારમાં ઇનસેપ્ટન બિલ્ડીંગમાં ત્રીજા માળે દીવાલ ધરાશાયી થઇ હતી. જેના કાટમાળમાં એક શ્રમિકનું મોત નીપજ્યુ હતુ. આ ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયર વિભાગની ટીમે કાટમાળ નીચે દબાયેલા વ્યક્તિનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. પોલીસે આ અંગે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી. આ અંગે મળતી માહિતી પ્રમાણે, શહેરના મકરબા વિસ્તારમાં ઇનસેપ્ટન બિલ્ડીંગમાં ત્રીજા માળે દીવાલ ધરાશાયી થઇ હતી. ઘરમાં રિનોવેશનનું કામ ચાલી રહ્યુ હતુ. જેમાં રાતે દીવાલ ધરાશાયી થતા એક યુવાનનું મોત નીપજ્યુ હતુ. આ ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ અને પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી.

[[$alsoread]]

ફાયર વિભાગે કાટમાળ ખસેડી અને દટાયેલા વ્યક્તિને બહાર કાઢ્યો

ફાયર વિભાગે કાટમાળ ખસેડી અને દટાયેલા વ્યક્તિને બહાર કાઢ્યો હતો. એક વ્યક્તિને ગંભીર ઇજાઓ થતા તેનું મૃત્યુ થયું હતું. પોલીસને જાણ કરવામાં આવતા સ્થાનિક પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ઇનસેપ્ટન નામની બિલ્ડિંગમાં રિનોવેશન ચાલતું હતુ. આ દરમિયાન દીવાલ ધરાશાયીની ઘટના બની હતી. મૃતકનું નામ શ્યામલાલ ડોડિયા હોવાનું જાણવા મળ્યુ હતુ. આ યુવાન 30 વર્ષનો હતો. જે મૂળ રાજસ્થાનનો રહેવાસી હતો.

  • Follow us on: