• આવતીકાલથી અક્ષય તૃતિયાનું પાવન પર્વ પર પ્રારંભ
  • જગન્નાથ મંદિરમાં ઐતિહાસિક રથની થશે ચંદન પૂજા
  • અખાત્રીજ પર ચંદનયાત્રાનું રહેલું છે વિશેષ મહત્વ

અમદાવાદમાં રથયાત્રાની તૈયારીનો પ્રારંભ થશે. જેમાં આવતીકાલથી અક્ષય તૃતિયાનું પાવન પર્વ પર પ્રારંભ થવા જઇ રહ્યો છે. જગન્નાથ મંદિરમાં ઐતિહાસિક રથની ચંદન પૂજા થશે. તેમજ અખાત્રીજ પર ચંદનયાત્રાનું વિશેષ મહત્વ રહેલું છે. જેમાં ચંદન યાત્રામાં મંદિરના રથ ખસેડવાનું શરૂ થશે. ચંદન યાત્રામાં અન્ય સાધુ સંતો પણ હાજરી આપશે.

અમદાવાદની શાન રથયાત્રાની તૈયારીનો પ્રારંભ થશે

[[$googlead]]

અમદાવાદની શાન રથયાત્રાની તૈયારીનો પ્રારંભ થશે. આવતીકાલે અક્ષય તૃતિયાનું પાવન પર્વ પર રથયાત્રાની તૈયારીની શરૂઆત થશે. તેમાં જગન્નાથ મંદિરમાં ઐતિહાસિક રથની ચંદન પૂજા થશે. તેમજ ચંદન પૂજા બાદ વિધિવત રીતે રથનું સમારકામ થાય છે. અખાત્રીજ પર ચંદનયાત્રાનું વિશેષ મહત્વ રહેલું છે. અમદાવાદમાં અષાઢી બીજના રોજ યોજનાર જગન્નાથજીની રથયાત્રાને લઇને તૈયારી શરૂ થશે.

[[$alsoread]]

અમદાવાદના મંદિરનો ઇતિહાસ

400 વર્ષ પ્રાચીન આ મંદિરનો ઇતિહાસ છે. અમદાવાદના સાબરમતી નદીના કાંઠા જયારે ગાઢ જંગલ જેવા હતા. ત્યારે મહંત હનુમાનદાસજીએ અહીં ભગવાન હનુમાનની મૂર્તિ અહી સ્થાપિત કરી હતી. તેમના અનુગામી સારંગદાસજી જગન્નાથના પરમ ભક્ત હતા કહેવાય છે કે, તેમને ભગવાને અહીં મંદિર બનાવવાનો સંકેત આપ્યો હતો. આ સપનાને સારંગદાસજીએ ભગવાન જગન્નાથીજી મોટાભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીની મૂર્તિ સ્થાપિત કરીને સાકાર કર્યું.અહીં ત્રણ પવિત્ર મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી. આ મંદિર પાસે સુંદર ગૌશાળા પણ તૈયાર કરવામાં આવી છે. ત્યાર બાદ પુરીની જેમ અમદાવાદમાં પણ રથયાત્રાની પરંપરા શરૂ થઇ. 1878માં નરસિંહદાસજીએ પુરીની જેમ અમદાવાદમાં પણ અષાઢી બીજે રથયાત્રાની પરંપરા શરૂ થઇ જે આજદિન સુધી અવિરત ચાલે છે. અત્યાર સુધી 146 રથયાત્રા યોજાઇ ચૂકી છે. 

  • Follow us on: