• મદદ કરનાર સ્લીપર સેલની શોધખોળ શરૂ

  • 2 ટીમ ગુજરાતમાં કરશે તપાસ 
  • 5 ટીમો અલગ અલગ રાજ્યોમાં મોકલાશે

અમદાવાદ એરપોર્ટ પરથી પકડાયેલ 4 આતંકીઓ મામલે ગુજરાત ATS દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે. હવે ગુજરાત ATSની 7 ટીમો દ્વારા તપાસ કરવામાં આવશે. તો વધુમાં જાણવા મળી રહ્યું છે કે દેશમાં અને ગુજરાતમાં આતંકીઓને મદદ કરનાર સ્લીપર સેલની પણ શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે.

તો મળતી માહિતી મુજબ, ગુજરાત ATS ની 7 ટીમો દ્વારા તપાસ કરવામાં આવશે. જેમાં, ATSની 2 ટીમ ગુજરાતમાં તપાસ કરશે. જ્યારે 5 ટીમો અલગ અલગ રાજ્યોમાં મોકલવામાં આવશે. તો, ATSને અત્યારસુધીમાં જાણવા મળ્યું છે કે આતંકવાદીઓ પાસેથી 2 કિલો ચાંદી પણ મળી હતી. ચાંદીના બદલામાં ઈન્ડીયન કરન્સી મેળવવાની હતી.

વધુમાં, તપાસમાં સામે આવ્યું છે કે ટેલિગ્રામ એપ્લિકેશનમાં કટ્ટરવાદી ગ્રુપ બનાવીને ટાર્ગેટ શોધવામાં આવતા હતા. આ 4 આતંકીઓ કટ્ટરવાદી માનસિકતા ધરાવતા હોવાથી પાકિસ્તાનના અબુએ આત્મઘાતી હુમલા માટે પસંદ કર્યા હતા. હાલ તો, ગુજરાત ATS અને શ્રીલંકા પોલીસે સંયુક્ત તપાસ શરૂ કરી છે. શ્રીલંકાના સ્લીપર સેલ અને ગુજરાતના સ્લીપર સેલની તપાસ શરૂ કરવામાં આવી છે. આતંકી પ્રવૃત્તિમાં વધુ 2 લોકોની સંડોવણીનો ખુલાસો થતાં તપાસ તેજ થઈ ગઈ છે.


  • Follow us on: