• ગુજરાત ATSએ જામનગરથી આરોપી સકલૈનને ઝડપ્યો
  • આરોપી આર્મીની માહિતી પાકિસ્તાન મોકલતો હતો
  • આરોપી સિમકાર્ડમાં વોટસઅપ અપડેટ કરી પાકિસ્તાન મોકલતો

જમ્મુ-કાશ્મીર એરપોર્ટની ગુપ્ત માહિતી પાક.એજન્ટને મોકલનારો આરોપી જામનગરથી ઝડપાયો છે.એરફોર્સ જવાનને વોટ્સએપ મેસેજની આડમાં માલવેર વાઇરસ મોકલી તેનો ફોન હેક કર્યો હતો,ગુજરાતમાંથી ખરીદેલા સિમકાર્ડમાં વોટસએપ અપડેટ કરી પાકિસ્તાની આર્મીના એજન્ટોને મોકલી આપવાના પડયંત્રનો પર્દાફાશ ગુજરાત ATSએ કર્યો છે.

જાણો કઈ રીતે થતુ હતુ કૌભાંડ

જમ્મુ કાશ્મીર એરપોર્ટ તેમજ સ્ટેશનનની ગુપ્ત માહિતી લીક કરનાર જામનગરના શખ્સને ગુજરાત એટીએસે દબોચી વધુ તપાસ હાથધરી છે.આ શખ્સનો સિમકાર્ડ ખરીદવામાં રોલ હોવાની વિગતો ખુલી હતી,સીમકાર્ડમાં વોટસએપ અપડેટ કર્યા બાદ પાકિસ્તાની એજન્ટને મોકલવામાં આવ્યું હતુ,આ સીમકાર્ડનો ઉપયોગ પાકિસ્તાનમાં બેઠેલા શખ્સે કર્યો અને જમ્મુ કાશ્મીર એરફોર્સ સ્ટેશન પર ફરજ બજાવતા જવાનને એકઝામ અપડેટ 2022-23ના મેસેજની આડમાં માલાવેર વાઈરસ મોકલ્યો હતો,એરફોર્સ, જવાને મેસેજને ઓપન કરતા જ તેના ફોનના એકસેસ પાકિસ્તાનમાં બેઠેલા શખ્સ પાસે આવી ગયા હતા.

જામનગરથી આરોપી ઝડપાયો

જામનગરના ભાડેલા માતમ ચોકમાં રહેતા સકલૈન ઉમર દાઉદની એટીએસએ ધરપકડ કરી છે.આ સમગ્ર કૌભાંડમાં સકલૈનની મુખ્ય ભૂમિકા સામે આવી છે.સકલૈને જે સિમકાર્ડ ખરીધ્યુ હતુ તે પાકિસ્તાન પહોચ્યું હતુ,સકલૈને સિમકાર્ડ ખરીદ્યા બાદ જામનગરના અસગર આજીભાઈ મોદીને આપ્યું હતું. અસગરે સિમકાર્ડ તેના ફોનમાં એક્ટિવેટ કર્યું હતું. આ સિમમાં વોટસએપ અપડેટ કરવા માટે આરોપીઓએ આણંદના તારાપુર ખાતે રહેતાં લાભશંકર દુર્યોધન મહેશ્વરીને મોકલી આપ્યું હતું. સિમકાર્ડમાં વોટસએપ એક્ટિવેટ કરવા માટેનો ઓટીપી તેની પાસેથી પાકિસ્તાનમાં બેઠેલા વ્યક્તિને મોકલ્યો હતો.એટીએસના અધિકારીઓના જણાવ્યા મુજબ લાભશંકરે આ સીમકાર્ડ તેમની બહેન સુશીલાબહેન મારફતે પાકિસ્તાનમાં રહેતા કિશોરભાઈ ઉર્ફે સવાઈને મોકલી આપ્યું હતું.

સિમકાર્ડ ખરીદી પાકિસ્તાન મોકલાયુ

જમ્મુ-એરફોર્સ સ્ટેશન પર ફરજ બજાવતા કાશ્મીર એરપોર્ટ એરફોર્સ જવાનને વોટસએપ મેસેજની તેમજ સ્ટેશનની આડમાં માલાવેર વાઇરસ મોકલી તેના ગુપ્ત માહિતી લીક કરનાર જામનગરના ફોનના એકસેસ મેળવવાના પાકિસ્તાની શખ્સને ગુજરાત એટીએસે દબોચી વધુ એજન્ટ કે આર્મીના માણસના પડયંત્ર કેસમાં તપાસ હાથધરી છે. આ કેસમાં આરોપી સકલૈન સામેલ હતો. સિમકાર્ડ ખરીદવામાં રોલ હોવાની વિગતો ખુલી હતી. સીમકાર્ડમાં વોટસએપ અપડેટ કર્યા બાદ પાકિસ્તાની એજન્ટને મોકલવામાં આવ્યું હતું. આ સીમકાર્ડનો ઉપયોગ પાકિસ્તાનમાં બેઠેલા શખ્સ કર્યો.

ગુપ્ત માહિતી મેળવતા હતા

જે સીમકાર્ડના વોટસએપ નંબરનો ઉપયોગ પાકિસ્તાનમાં બેઠેલા આર્મી જવાન, જાસૂસ કે આમીના એજન્ટ દ્વારા એરફોર્સ જવાનના ફોનનો એકસેસ મેળવવા માટે થયો હતો. એરફોર્સ જવાનના ફોનના એક્સેસ મેળવી આરોપીઓએ અનઅધિકૃત રીતે કમ્પ્યુટર રીસોર્સમાં પ્રવેશ મેળવી ભારતીય આર્મીની ગુપ્ત માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો. આમ, દેશની એકતા અને સુરક્ષાને જોખમમાં નાંખવાના ઈરાદાથી થયેલુ ગંભીર કૃત્ય અંગે ગુજરાત એટીએસએ ગુનો દાખલ કરી તપાસ હાથધરી હતી. આ ગુનામાં અસગર. લાભશંકર અને મો.સકલૈન સહિત ત્રણ આરોપી પકડાયા છે. અન્ય ફરાર આરોપીઓને પકડવા માટે એટીએસ દ્વારા તપાસ ચાલી રહી છે.

  • Follow us on: