- સિવિલ હોસ્પિટલમાં હીટસ્ટ્રોકના રોજના 30થી વધુ દર્દીઓ નોંધાયા
- સોલા સિવિલમાં રોજની 10 OPD 564 પર પહોંચી
- 1037 દર્દીઓને દાખલ કરવાની ફરજ પડી
અમદાવાદમાં ઓરેન્જ એલર્ટની અસર લોકોના સ્વાથ્ય પર વર્તાઈ છે,અમદાવાદમાં ગરમીનો પારો 44.1ડિગ્રી નોંધાયો છે,ગરમીના પ્રકોપ વચ્ચે ઋતુગત બીમારીઓ વધી છે.ગરમીને લઈ સરકારી હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ છે,સિવિલમાં ગરમીને લીધે હિટસ્ટ્રોકના રોજના 30 થી વધુ દર્દી સારવાર લેવા પહોંચે છે ,સગર્ભા ,બાળકો, વૃદ્ધોએ ગરમીથી સાચવવા તબીબોએ શહેરીજનોને અપીલ કરી છે,સોલા સિવિલ હોસ્પિટલમાં રોજની 10564 ઓપીડી નોંધાય છે.જ્યારે 1037 લોકોને દાખલ કરવાની ફરજ પડી છે,વાયરલ ઇન્ફેક્શનના કેસ 200 નોંધાયા છે.
હીટસ્ટ્રોકથી બચવા આટલુ કરો
હીટસ્ટ્રોકથી બચવા માટે ખાલી પેટે ઘરની બહાર ન નીકળો. ડાયાબિટીસ અને બીપીના દર્દીઓ વધુ જોખમમાં છે. તાજો ખોરાક લો. શક્ય હોય ત્યાં સુધી ફુદીનો, આંબાના પાન અને પ્રવાહીનું સેવન કરો. તમારા ભોજનમાં બને ત્યાં સુધી છાશ, લીંબુની ખીચડી અને ડુંગળીનો ઉપયોગ કરો. તરબૂચ, તરબૂચ, કાકડી વગેરેનું સેવન કરો. કારણ કે આ પાણીની ઉણપને પૂરી કરે છે. ઓઇલી, ચીકણો અને મસાલેદાર ખોરાક ટાળો. તમારી જાતને સૂર્યપ્રકાશથી બચાવવા માટે, ફુલ સ્લીવ્સના સુતરાઉ કપડાં પહેરવા જોઇએ. છત્રીનો ઉપયોગ કરો. દિવસમાં ઓછામાં ઓછું 8 લિટર પાણી પીવો. આ તડકામાં બાળકોની પણ કાળજી લેવી જરૂરી છે. બાળકોને શાળાએથી લાવતી વખતે છત્રીનો ઉપયોગ અવશ્ય કરો.

પાણીજન્ય રોગચાળો પણ વધ્યો
અમદાવાદમાં પાણીજન્ય રોગચાળો બેકાબુ બની રહયો છે. ઝાડા ઉલટી તથા કોલેરાના કેસ નોંધાયા છે.અમરાઈવાડી, વટવા,દાણીલીમડા ઉપરાંત મણીનગર,લાંભા, વસ્ત્રાલ ઉપરાંત ભાઈપુરા અને ઈન્દ્રપુરી વોર્ડમાં કોલેરાના કેસ એપ્રિલ મહિનામાં નોંધાયા છે.પાણીના લેવામાં આવેલા સેમ્પલ પૈકી અમુક સેમ્પલ મ્યુનિ.ના આરોગ્ય વિભાગે અનફીટ જાહેર કર્યા છે.

રોગચાળાને લઈ રાખો સાવચેતી
અમદાવાદમાં લાંબા સમયથી સ્વાઈન ફ્લુના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 1 મહિનામાં 60થી વધારો કેસ નોંધાતા લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. ગત મહીને અમદાવાદ શહેરમાં સ્વાઈન ફ્લૂનો કહેર સામે આવ્યો છે. બીજી તરફ પાણીજન્ય રોગચાળો વધતાં અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પણ શહેરની હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યા હતા. AMCએ સુચના આપી હતી કે , UHC અને PHC ખાતે ગરમીના કારણે આવતા દર્દીઓ અંગે સાવચેતી રાખવા સૂચના અપાઈ છે.
આરોગ્ય વિભાગની ચેકિંગ કરવા સૂચના
શહેરમાં દિવસે દિવસે પાણીજન્ય રોગચાળો પણ વધી રહ્યો છે. ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં આવતા દક્ષિણ ઝોન અને પૂર્વ ઝોનમાં ઝાડા-ઉલટી અને કોલેરાના કેસો વધી રહ્યા છે. જેથી પાણીના સેમ્પલ લેવાની, બરફની ફેક્ટરીઓ, બરફ ગોળા, શિકંજી, પાણીપુરીની લારીઓ સહિત વિવિધ જગ્યાએ ફૂડ અને આરોગ્ય વિભાગને ચેકિંગ કરવા સૂચના અપાઇ છે.
કેચપીટોની સફાઈ કરવાની વિગતો માગી
ચોમાસા પહેલા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રી-મોન્સુન પ્લાન અંતર્ગત અત્યાર સુધીમાં શહેરના જુદા જુદા વિસ્તારોમાં કેટલી કેચપીટોની સફાઈ કરવામાં આવી છે, તેવી માહિતી ઇજનેર વિભાગ પાસે પણ વિગતો માગી હતી. ગત વર્ષે ચોમાસામાં સિંધુભવન રોડ, બોડકદેવ, બોપલ, નરોડા, વસ્ત્રાલ, હેલ્મેટ સર્કલ, વસ્ત્રાપુર, વેજલપુર, રાણીપ, વગેરે વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તે બાબતને ગંભીર ગણીને શહેરમાં વિવિધ સ્થળે જળબંબાકારની પરિસ્થિતિનું પુનરાવર્તન ન થવું જોઈએ.









