• રૂપિયા 15 લાખ 30,100ની નકલી ચલણી નોટો ઝડપી
  • અમદાવાદમાં મોઈન નામના વ્યક્તિને નોટો આપવાના હતા
  • 5 લાખના બદલામાં આરોપીઓને 15 લાખ મળવાના હતા 

ગાંધીનગર CID ક્રાઇમને આજે અમદાવાદમાં મોટી સફળતા મળી છે. ગાંધીનગર CID ક્રાઇમ દ્વારા આજે અમદાવાદના રામોલબ્રિજ પાસેથી નકલી નોટો સાથે 3 શખ્સોની ધરપકડ કરી લીધી છે. જાણવા મળી રહ્યું છે કે મૂળ રાજસ્થાનના ત્રણેય શખ્સો પાસેથી CID ક્રાઇમે કુલ 15 લાખ 30 હજાર 100 ની નકલી ચલણી નોટો પકડી પડી છે.


[[$googlead]]

તો સાથે સાથે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે રાજસ્થાનમાં પણ આ લોકો 2 વખત પકડાઈ ચૂક્યા છે અને અમદાવાદથી આ ત્રીજી વખત તેમની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ ત્રણેય શખ્સો અમદાવાદમાં મોઈન નામના વ્યક્તિને આ નોટો આપવા આવ્યા હતા. લોકસભા ચૂંટણીને લઈને લાગુ કરવામાં આવેલ આચાર સંહિતા પૂર્ણ થતાં તેઓ નોટોની હેરાફેરી કરવા માટે આવ્યા હતા.

[[$alsoread]]

સમગ્ર મામલે પોલીસનું કહેવું છે કે જે નકલી નોટો ઝડપી પાડવામાં આવી છે તે એટલી આબેહૂબ છે કે નરી આંખે કોઈપણ સમજી ન શકે કે તે નકલી નોટો છે. વધુમાં પોલીસે જણાવ્યું છે કે ત્રણેય આરોપીઓ બેરોજગાર અને અભણ છે. એટલે પૈસાની લાલચમાં આ શખ્સો નકલી નોટોની હેરાફેરી કરતાં હતા. આરોપીઓને 5 લાખના બદલામાં 15 લાખ મળવાના હતા. એટલું જ નહિ આરોપીઓ નોટોની હેરાફેરી કરવા પહેલીવાર ગુજરાત આવ્યા હતા. તેમણે જણાવ્યું છે કે, મધ્ય પ્રદેશમાં એક ભાડાના મકાનમાં આ શખ્સો કલર ઝેરોક્ષ મશીનથી નકલી નોટો બનાવતા હતા. ત્યારે હવે પોલીસએ વાતની તપાસ કરી રહી છે કે આરોપીઓ પાસે નકલી નોટો છાપી શકાય તે માટેના પેપર અને ઇન્ક ક્યાંથી આવ્યા.


  • Follow us on: