- આગોતરા આયોજન માટે મુખ્યમંત્રીના વડપણમાં બેઠક
- પ્રવાસન સ્થળોને બપોરે બંધ રાખવા સહિતના પગલાં ભરાશે
- હીટવેવ સામેની લડાઈમાં આઠ વિભાગોને સાંકળીને એક્શન પ્લાન તૈયાર કરાયો
ગુજરાતમાં આગામી સમયમાં હિટવેવની પરિસ્થિતિને ધ્યાને રાખી રાજ્ય સ્તરે આગોતરું આયોજન કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં રાજ્યના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠકનું આયોજન કરાયું હતું. મુખ્યમંત્રીના નિવાસસ્થાને મળેલી બેઠકમાં રાહત કમિશનર આલોકકુમાર પાંડેએ જણાવ્યું હતું કે, ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા સંભવિત હીટવેવ સામે લડવાનો એક્શન પ્લાન તૈયાર કરાયો છે, હીટવેવ સામેની લડાઈમાં આઠ વિભાગોને સાંકળીને એક્શન પ્લાન તૈયાર કરાયો છે.
રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, શ્રામ અને રોજગાર, પાણી પુરવઠા, શિક્ષણ, પ્રવાસન, ઉર્જા, પરિવહન, શહેરી વિકાસ અને પંચાયત વિભાગને સાંકળીને એક્શન પ્લાન તૈયાર કરાયો છે, હીટવેવની સ્થિતિમાં નાગરિકોએ શું કરવું અને શું ન કરવું તેની માર્ગદર્શિકા અને એક્શન પ્લાન અંગેની વિગતો રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી મારફતે તમામ 33 જિલ્લાના વહીવટી તંત્રને પૂરી પાડવામાં આવી છે.










