- નવીનીકરણની કામગીરીને લઈ થશે બંધ
- કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી બંધ રહેશે
- બાલવાટિકા બંધ રાખવાનો AMCનો નિર્ણય
હાલ શાળા કોલેજોમાં વેકેશનનો સામે ચાલી રહ્યો છે. અમદાવાદના કાંકરિયા તળાવ, બાલવાટિકા અને પ્રાણીસંગ્રહાલય ખાતે મોટી સંખ્યામાં પ્રવાસીઓ મુલાકાતે આવતા હોય છે. ત્યારે, છેલ્લા કેટલાય દિવસોથી હીટવેવનો કહેર હોવા છતાં કાંકરિયા ખાતે ખાસ્સા મુલાકાતીઓ મુલાકાત લેતા જોવા મળ્યા છે. તો હવે AMC દ્વારા એક મહત્વનો નિર્ણય લઈને બાલવાટિકા બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, કાંકરિયા લેક ફ્રન્ટ ખાતે આવેલ બાલવાટિકા આગામી 5 જૂનથી મુલાકાતીઓ માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બાલવાટિકા ખાતે AMC દ્વારા આગમી 5 જૂનથી નવીનીકરણની કામગીરી શરૂ કરવામાં આવનાર છે જેને લઈને આગામી બાલવાટિકા મુલાકાતીઓ માટે બંધ કરવામાં આવશે. ત્યારે, AMC દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે નવીનીકરણની કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી બાલવાટિકા મુલાકાતીઓ માટે બંધ રહેશે. જોકે, એ જાણવા નથી મળ્યું કે કેટલા સમય માટે બાલવાટિકા બંધ રાખવામાં આવશે.










