- ઘરમાં પ્રવેશી મહિલાએ હથિયાર બતાવી કરી લૂંટ
- 1. 5 લાખની કિંમતની સોનાની બંગડીની કરી લૂંટ
- શાહીબાગ પોલીસે આરોપી મહિલાની કરી અટકાયત
એક સમયે શાંત અને સુરક્ષિત ગણાતું ગુજરાત છેલ્લા કેટલાંક સમયથી ક્રાઇમ માટે પણ જાણીતું થઈ ગયું છે. જેના પુરાવા રોજેરોજ મળતા જ રહે છે. ત્યારે આજે અમદાવાદથી એક એવી ઘટના સામે આવી છે જેમાં કેટલાંક તસ્કરો દ્વારા એક વૃદ્ધાને નિશાન બનાવીને લાખોની લૂંટ ચલાવવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, અમદાવાદના શાહિબાગમાં વૃદ્ધા સાથે લૂંટનો બનાવ સામે આવ્યો છે. વૃદ્ધાના ઘરમાં એક મહિલા ઘૂસી આવી હતી અને તેણે વૃદ્ધાને ચપ્પા જેવા હથિયાર બતાવીને લૂંટ ચલાવી હતી. મહિલા તસ્કરે ચાકુની અણીએ લૂંટ ચલાવી 1. 5 લાખની કિંમતની સોનાની બંગડી ચોરીને ફરાર થઈ ગઈ હતી.










