ઠક્કરનગર ચાર રસ્તા પર ખાણીપીણીની અનેક લારીઓ આવેલી છે. જ્યાં સામાન્ય રીતે રાત્રીના સાડા બાર વાગે બાપુનગર પોલીસ લારી ગલ્લા બંધ કરાવે છે. શનિવારે રાતના સમયે ઠક્કરનગર ચાર રસ્તા પાસે ફૂડ શોપના વેપારીઓ લારી બંધ કરવાની તૈયારીઓ શરૂ કરી હતી.


ત્યારે નિકોલ પોલીસ સ્ટેશનની પીસીઆર વાનમા આઉટ સોર્સ ડ્રાઇવર અને એક હોમગાર્ડ જવાને અચાનક આવીને ફૂડ સ્ટોલના માલિકો અને તેમના સ્ટાફ્ને ધમકાવીને એક યુવકને માર માર્યાનો વિડીયો વાઇરલ થયો છે. જેમાં પગમાં અનેક લાકડીઓ મારી ત્યારે ગુપ્તાંગ પર પણ લાકડીથી ઇજા થઇ હોવાનો આક્ષેપ કર્યો છે. જ્યારે વેપારીઓનું કહેવુ છે કે બાપુનગર પોલીસની હદ હોવા છતાંય, નિકોલ પોલીસના સ્ટાફે આવીને દાદાગીરી કરી હતી. અને આ અંગે કાયદાકીય કાર્યવાહી કરવા માંગણી કરી છે. જ્યારે સ્થાનિક વેપારીઓએ વિરોધ કરતા હોમગાર્ડ અને હેડ કોન્સ્ટેબલ નાસી ગયા હતા. જો કે મહત્વનું છે કે કંટ્રોલ મેસેજ મળતા બાપુનગર, નિકોલ અને કૃષ્ણનગર પોલીસની ગાડીઓ ત્યાં પહોચી હતી.

શનિવાર રાત્રીના સમયે બાપુનગર પોલીસના સ્ટાફે આવીને લારી ગલ્લા બંધ કરવાની સુચના આપતા વેપારીઓ બંધ કરતા હતા. ત્યારે નિકોલ પોલીસ સ્ટેશનની પીસીઆર વાનમાં એક હેડ કોસ્ટેબલ અને ડ્રાઇવર આવીને દાદાગીરી કરીને લારી ગલ્લા બંધ કરવાનું કહીને ગેરવર્તન કર્યું હતું. જેથી સ્થાનિક વેપારીઓએ તેમને શાંતિથી વાત કરવાનું કહેતા હેડ કોન્સ્ટેબલે ઢોસાનો વ્યવસાય કરતા વ્યક્તિને ત્યાં કામ કરતા વ્યક્તિ પર લાકડીઓથી ફરી વળ્યો હતો.

આ દરમ્યાન તે વ્યક્તિના ગુપ્તાંગ પર પણ લાકડી વાગી હતી. જેથી આસપાસના વેપારીઓએ વિરોધ કરતા હેડ કોન્સ્ટેબલ પીસીઆર વાનમા બેસીને ત્યાંથી પુરઝડપે નાસી ગયા હતા. બીજી તરફ ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.

આ બનાવ બાદ ઠક્કરનગર ચાર રસ્તા પર ધંધો કરતા ફૂડ સ્ટોલના સંચાલકોએ નિકોલ પોલીસ સ્ટેશન પર પહોંચ્યા હતા. જ્યાં હેડ કોન્સ્ટેબલે ફરીથી તેમની સાથે દાદાગીરી કરી હતી.જ્યારે સ્થાનિકોએ જણાવ્યું કે અમારો વ્યવસાયની જગ્યા બાપુનગર પોલીસ સ્ટેશનની હદમાં છે. તેમ છતાંય, નિકોલ પોલીસે આવીને માર મારવાની ઘટના ગંભીર છે. તેમજ આ બાબતે ઉચ્ચ પોલીસ અધિકારીઓને રજૂઆત કરાશે.


  • Follow us on: