કાંકરિયા કાર્નિવલને લઇને શહેર પોલીસ દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. જેમાં કેટલાક રસ્તાને નો પાર્કિંગ ઝોન, નો સ્ટોપ અને નો યુ-ટર્ન જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે કેટલાક રસ્તા પર ભારેવાહનો અને પેસેન્જર વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ જાહેરનામાનો 25થી 31 ડિસેમ્બર સુધી અમલ રહેશે.


શહેરમાં કાંકરિયા તળાવ ખાતે તારીખ 25 થી 31 ડિસેમ્બર સુધી કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યુ છે. તેને લઇને મોટા પ્રમાણમાં લોકો આવતા હોવાથી ટ્રાફ્કિની સમસ્યા ન સર્જાય તે માટે થઇને પોલીસ દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ છે. જેમાં કાંકરિયા તળાવની ફરતે આવેલ રોડ પરના વિસ્તારને નો-યુ ટર્ન જાહેર કરવામાં આવ્યો છે. જેમાં વાહનચાલકો યુ-ટર્ન લઇ શકશે નહિ. તેમજ કાંકરિયા ચોકી ત્રણ રસ્તાથી રેલ્વે યાર્ડ, ખોખરા બ્રિજ થઇને દેડકી ગાર્ડનથી મચ્છીપીર ચાર રસ્તા થઇને અપ્સરા સિનેમા સુધી થ્રી વ્હીલર અને ફોર વ્હીલર વાહનો ઉભા રહી શકશે નહિ. ઉપરાંત દાણીલીમડાથી કાંકરિયા જતો રોડ, ચંડોળા તળાવ પોલીસ ચોકીથી કાંકરિયા તળાવ તરફ્ જતો રોડ, મણિનગર રેલ્વે સ્ટેશનથી કાંકરિયા તરફ્ જતો રોડ, રાયપુરથી કાંકરિયા તરફ્નો રોડ અને આવકાર હોલ થઇ હિરાભાઇ ટાવરથી કાંકરિયા સુધી જતા રોડ પર ભારે વાહનો અને પેસેન્જર વાહનો પર સવાર 8 થી રાત્રીના 1 વાગ્યા સુધી પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. ત્યારે 25 થી 31 ડિસેમ્બર સુધી જાહેરનામાનો અમલ કરવામાં આવશે. જો કોઇ ભંગ કરશે તો કાર્યવાહી કરાશે.


  • Follow us on: