• તમામ આંગણવાડી અને શાળામાં તપાસ કરવા શિક્ષણ સમિતિના ચેરમેનનો આદેશ

  • શિક્ષણ સમિતીના ચેરમેને તમામ આંગણવાડી અને સ્કૂલોમાં પણ તપાસ કરવા આદેશ કર્યો છે
  • શિક્ષણ સમિતીના ચેરમેનનો આદેશ હશે તો તમામ આંગણવાડી અને સ્કૂલોમાં તપાસ કરાવાશે

સૌથી વધુ દસક્રોઇ તાલુકામાં એસ.ટી. બસ ડેપોથી લઇ પોલીસ સ્ટેશન અને પંચાયત ઘરો મળીને કુલ 77 એકમોને નોટીસ

અમદાવાદ જિલ્લામાં ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા રોગ અટકાવવા નાના-મોટા 1000થી વધુ એકમોને નોટીસ ફટકારવામાં આવી છે.

સૌથી વધુ દસક્રોઇમાં એસ.ટી.ડેપોથી લઇ પોલીસ સ્ટેશન અને પંચાયત ઘરો મળી 77 એકમોને નોટીસ આપી ત્વરિત સાફ સફાઇની સૂચના અપાઇ છે. બીજીતરફ બાળકોના આરોગ્યને ધ્યાનમાં રાખી શિક્ષણ સમિતીના ચેરમેને તમામ આંગણવાડી અને સ્કૂલોમાં પણ તપાસ કરવા આદેશ કર્યો છે. જેથી કરીને બાળકો આવા ગંભીર રોગના શિકાર બને નહીં.

અમદાવાદ જિલ્લા ડીડીઓની સૂચનાથી ચોમાસાની શરુઆત થતાં જ મેલેરિયા વિભાગ દ્વારા નાના-મોટા એકમો, ભંગાર-ટાયરની દુકાનો, પોલીસ સ્ટેશન, સ્કૂલ, આંગણવાડી, પશુ દવાખાના પંચાયત ઘરો, અન્ય સરકારી મકાનો, સિમેન્ટ ફેકટરી સહિત બાંધકામની સાઇટ મળી અંદાજે 2200થી વધુ સ્થળોએ જઇને તપાસ કરાઇ હતી. તપાસમાં 1000 સ્થળોએ ગંદકી અને પાણી ભરાયેલું જોવા મળ્યું હતું. તાલુકા પ્રમાણે 67 સાણંદ, 71 બાવળા, 52 ધોળકા, 9 ધંધુકા, 2 ધોલેરા, 22 વિરમગામ અને 7 માંડલમાં નોટીસ ફટકારી છે. આ સિવાય ભંગાર અને ટાયરની તમામ 700 દુકાનો અને ગોડાઉનોને નોટીસ આપી છે.

મેલેરિયા અધિકારીએ કહ્યું કે, નોટીસ પછી પણ સુધારો નહીં થાય તો સીલ કરવા સુધીની કાર્યવાહી કરાશે. ચોમાસા દરમિયાન ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા રોગ ફેલાય નહીં તે માટે શિક્ષણ સમિતીના ચેરમેનનો આદેશ હશે તો તમામ આંગણવાડી અને સ્કૂલોમાં તપાસ કરાવાશે.

દેત્રોજમાં એક પણ નોટીસ નહીં

દેત્રોજમાં 175થી વધુ સ્થળોએ તપાસ કરી હતી. પરંતુ એક પણ સ્થળે ગંદકી જોવા મળી નહતી.રોગચાળો ફેલાય તેવા એક પણ લક્ષણ સ્થળ ધ્યાનમાં આવ્યા નહતાં. તપાસમાં એક પણ નોટીસ ઇસ્યુ કરાઇ નથી.


  • Follow us on: