ઓપન સ્કુલના વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં કોઈ કારણોસર અધવચ્ચે ભણવાનું છોડી દીધેલા અથવા ખાનગી વિદ્યાર્થીઓ માટે તેમના ઘરની નજીકની કોઈ પણ સરકારી કે ગ્રાન્ટેડ સ્કુલનો સંપર્ક કરવાનો રહેશે. આ માટે અંતર્ગત ચાલુ વર્ષમાં ધો-10 અને 12ની બોર્ડ પરીક્ષાને લઈને સ્કુલ દ્વારા આવા વિદ્યાર્થીને અભ્યાસમાં મદદ કરાશે અને તેમના માટેની જોગવાઈ વિના મુલ્યે પૂરી પાડવાની રહેશે.
તાજેતરમાં સરકારી ચોપડે ધોરણ 9થી12માં ડ્રોપ આઉટનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે. આ દરમિયાન સરકાદર દ્વારા ગત વર્ષે સ્ટેટ ઓપન સ્કુલિંગની નવી પોલીસી લાગુ કરી હતી. જે અંતર્ગત ચાલુ વર્ષે ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાને લઈને ફોર્મ ભરાવવા માટે સૂચના અપાઈ છે. આ માટે વિદ્યાર્થીઓએ સરકારના સ્ટેટ ઓપન સ્કુલીંગ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. તેમજ શાળાએ પણ તેમનું રજીસ્ટ્રેશન પોર્ટલ પર કરાવવું ફરજિયાત છે. જે પછી સ્કુલે ખાનગી વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન કરાવીને ઓનલાઈન બોર્ડ પરીક્ષાનું ફોર્મ ભરવાનું રહેશે અને આ સુવિધા વિનામુલ્યે મળી રહેશે. જ્યારે બોર્ડ પરીક્ષાની ફી વિદ્યાર્થીઓએ ભરવાની રહેશે.










