યાબંધ પછાત-આદિવાસી ખેડૂતોની ખેતીની જમીનના ભોગે ગુજરાત સરકારના બહુ મોટા અને મહત્વાકાંક્ષી ઝાલોદ ખાતેના ગ્રીન ફ્લ્ડિ એરપોર્ટના સૂચિત પ્રોજેકટને પડકારતી બહુ મહત્ત્વની રિટ અરજી ગુજરાત હાઇકોર્ટમાં દાખલ થઇ છે. ખેડૂતોએ હાઇકોર્ટ સમક્ષ ગુહાર લગાવી છે કે, તેમને ખેતીની જમીન સંપાદન પેટે પૈસા નથી જોઇતા કારણ કે, જો તેમની જમીનો જ જતી રહેશે તો તેઓ ખેડૂત જ મટી જશે અને તેમની ખેતી કરીને પેટિયુ રળવાની આજીવિકા છીનવાઇ જશે.


આ સંજોગોમાં હાઇકોર્ટે રાજય સરકાર અને તેના સત્તાવાળાઓને ઉપરોકત સૂચિત ગ્રીન ફ્લ્ડિ એરપોર્ટની કામગીરી તાત્કાલિક અટકાવવી જોઇએ.ઝાલોદના સંખ્યાબધ સ્થાનિક ખેડૂતો દ્વારા કરાયેલી રિટ અરજીમાં એડવોકેટ પ્રશાંત ચાવડાએ જણાવ્યું હતું કે, રાજય સરકાર અને તેના સત્તાવાળાઓ દ્વારા દાહોદ જિલ્લાના ઝાલોદ ખાતે સૂચિત ગ્રીન ફ્લ્ડિ એરપોર્ટ પ્રોજેકટની કામગીરી હાથ ધરાઇ રહી છે અને તે માટે સર્વે સહિતની કામગીરી પૂર્ણ કરી દેવાઇ છે. સત્તાવાળાઓએ ભૌગોલિક પરિસ્થિતિ સહિતની બાબતોને લઇને એરપોર્ટ દર્શાવતો નકશો પણ તૈયાર કરી દીધો છે.

ખેડૂતો તેમના જીવથી પણ વ્હાલી એવી આ જમીનોમાંથી એક ઈંચ પણ આપવા સરકારને તૈયાર નથી. ખેડૂતોના કહેવા પ્રમાણે, સરકાર કે સત્તાવાળાઓ તેમને જમીન સંપાદનના પૈસા ચૂકવે તો પણ નથી જોઇતા કારણ કે, પૈસા તો વપરાઇ જવાના પરંતુ તેમની જીવનભરની આજીવિકા અને ધરતી માતાનો તેમનો ખોળો છીનવાઇ જાય તે કોઇપણ ભોગે ખેડૂતોને મંજૂર નથી. ખેતીની જમીન વિના ખેડૂતો ખેતી કયાં કરે અને હવે ઘરડે ઘડપણ તેમના પરિવાર સાથે કયાં કામ કરવા જાય કે તેમના વૃધ્ધાવસ્થાના દિવસો શેના સહારે અને કેવી રીતે પસાર કરે...?? આ સમગ્ર મામલે સેંકડો ખેડૂતોએ સરકારના સંબંધિત સત્તાવાળાઓ સમક્ષ વારંવાર રજૂઆત પણ કરી છે અને આંદોલનો પણ કર્યા છે પરંતુ સરકાર તેમની રજૂઆત ધ્યાને લેતી નથી અને મનસ્વી રીતે પ્રોજેકટની કામગીરી આગળ ધપાવી રહી છે.


  • Follow us on: