અમદાવાદના સાબરમતીમાં PCBએ દરોડા પાડ્યા હતા. બાતમીના આધારે મળેલી માહિતી મુજબ PCBએ સાબરમતી વિસ્તારમાં બે બુટલેગરની વિદેશી દારુ સાથે ઝડપી પાડ્યા છે. બુટલેગરને ત્યાથી 1.15 લાખના દારુ સાથે 17.47 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
રાજ્યમાં બુટલેગરો બેફામ બનતા જઈ રહ્યાં છે. બુટલેગરોને જાણે પોલીસનો કોઈ ખૌફ ન હોય તેમ દારૂની હેરાફેરી કરી રહ્યાં છે. ત્યારે હવે આ બુટલેગરોએ દારૂ ઘૂસાડવાની નવી મોડસ ઓપરેન્ડી અપનાવી છે. દારૂની હેરાફેરી કરવામાં બુટલેગરો જાણે પોલીસનો ડરના હોય તેમ બેફામ દારૂનો વેપલો કરે છે. તેવામાં અમદાવાદના સાબરમતીમાં PCBએ બાતમીના આધારે દરોડા પાડ્યા હતા. PCBએ બે બુટલેગરની વિદેશી દારુ સાથે ધરપકડ કરી છે. દરોડા દરમિયાન 1.15 લાખના દારુ સાથે 17.47 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.













