શહેરમાં વિકાસના કામો પુરપાટ ઝડપે થઈ રહ્યાં છે પણ દુધેશ્વર બ્રિજ પાસે લાંબા સમયથી ચાલી રહેલા કામના કારણે દિવસભર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે.
ખાસ કરીને સવારના પીક અવર્સમાં સૌથી વધુ ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે. પુર્વથી પિૃમ વિસ્તારને જોડતો મહત્વનો આ દધીચિ બ્રિજ મનાય છે. ત્યારે આ રસ્તા પર વાહનચાલકોને લાંબા સમય સુધી ઉભા રહેવુ પડે છે, દૂધેશ્વર બ્રિજથી લઈને વાડજ સર્કલ સુધી પણ લાંબા સમયથી કામ ચાલુ છે એક તરફ ગાંધી આશ્રમ પાસેનો રસ્તો હાલ કાયમી ધોરણે બંધ કરાયો છે તો બીજી તરફ વાડજ સર્કલથી આશ્રમ રોડ તરફનો નવો બ્રિજ બની રહ્યો છે હાલમાં ચાર રસ્તા પર જ બધી બાજુ વચ્ચેનું સર્કલ બ્લોક કરી દેવાયુ છે જેના કારણે તમામ બાજુએથી આવતા વાહનચાલકોને કલાકો સુધી ગોળ ગોળ સુધી ફરવુ પડી રહ્યું છે.
સૌથી નવાઈની વાત તો એ છે કે આ રસ્તે નાના વાહનોની સાથે શહેરની મુખ્ય હાર્દ સમાન એએમટીએસ અને બીઆરટીએસ બસો પણ દોડે છે જેને કારણે ટ્રાફિક જામની સમસ્યા દિન પ્રતિદિન વકરતી જઈ રહી છે. સવારે પૂર્વથી લોકો પિૃમ વિસ્તારમાં રોજગાર-નોકરી અને શિક્ષણ અર્થે હજારો લોકો પોતાના વાહનો લઈને જઈ રહ્યાં છે અને સાંજે પાછા ફરતી વખતે પણ આ રુટ પર આવતા વાહનોનો ખડકલો થઈ રહ્યો છે. શહેરના પૂર્વથી પિૃમમાં અવર જવર માટે મુખ્યત્વે 4 બ્રિજનો સૌથી વધારે ઉપયોગ થઈ રહ્યો છે,
ઈન્ટક્મટેક્સ પાસેના ગાંધીબ્રિજ પર ટ્રાફિક જામ રહે છે જે છેક દિલ્હી દરવાજા સુધી વાહનોની કતાર જોવા મળે છે અહીયા ટ્રાફિક જામની સમસ્યાથી બચવા માટે લોકો વાડજ સર્કલ અને રિવરફ્રન્ટનો ઉપયોગ કરે છે પણ અહીયા પણ ઈન્કમટેક્સના ગાંધી બ્રિજ કરતાય વધુ વિકરાળ સમસ્યા સર્જાય છે વાડજથી દુધેશ્વર તરફના ટ્રાફિક જામનુ બીજુ કારણ વાડજ ટર્મિનસ છે જે વરસોથી ચાર રસ્તાની ડાબી અને જમણીબાજુ બનાવાવમાં આવ્યુ છે સામાન્ય દિવસોમાં ટ્રાફિક જામની સમસ્યા રહેતી નથી પણ છેલ્લા ઘણા સમયથી નવો બ્રિજ અને ગાંધી આશ્રમનું રિડેવલપમેન્ટ શરુ કરવામાં આવ્યું હોવાથી આ સમસ્યા હવે રોજિંદી બની ગઈ છે.